Friday, June 19, 2026
Homeરાજ્યહાલારયુકે જવાના નામે કલ્યાણપુરના યુવાન સાથે 30 લાખની છેતરપિંડી

યુકે જવાના નામે કલ્યાણપુરના યુવાન સાથે 30 લાખની છેતરપિંડી

બે વર્ષના સમય દરમ્યાન રૂા. 30.37 લાખ પડાવ્યા : વડોદરાના ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા એક યુવાનને કામ કરવા માટે વિદેશ જવું હોય, તેમની વર્ક પરમિટ તેમજ અન્ય પ્રોસેસના નામે વડોદરા ખાતે રહેતા ત્રણ શખ્સો દ્વારા છેલ્લા આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન ટુકડે-ટુકડે રૂપિયા 30.37 લાખની રકમ મેળવી લઈ, વિદેશ અંગેની કોઈ ચોક્કસ પ્રોસિઝર ન કરતા આ સમગ્ર બનાવ અંગે ત્રણેય શખ્સો સામે છેતરપિંડી કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુકાભાઈ ગોરાણીયા નામના 31 વર્ષના મેર યુવાનનો મોટો ભાઈ જયમલભાઈ ગોરાણીયા કે જેણે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોય, તેમને કામ કરવા માટે વિદેશ જવું હોવાની વાત તેમના પરિવારજનોને કરી હતી. આ માટે તેમણે ડિસેમ્બર 2023 ના સમય ગાળામાં તેમનો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પછી એપ્રિલ 2024 માં યુકે ખાતે રહેતા અને મૂળ ગોરાણા ગામના રહીશ એવા વિજયભાઈ ગોરાણા ગોરાણીયાના મિત્ર એવા ભીમાભાઈ નામના એક યુવાનનો તેમણે સંપર્ક કર્યો હતો અને તેમણે તેમના પરિચિતમાં એક નામ સૂચવ્યું હતું. આ પછી વિજયભાઈ ગોરાણીયાએ મૂળ વડોદરાના અને હાલ યુ.કે. રહેતા હોવાનું જણાવતા દીક્ષિત સુરેશભાઈ શાહનો સંપર્ક કર્યો હતો અને તેમણે પ્રાથમિક રીતે યુ.કે. (ઇંગ્લેન્ડ) આવવા માટે રૂપિયા 25.50 લાખનો ખર્ચ ડોક્યુમેન્ટ અને એપ્લિકેશન બનાવવા માટે થશે તેમ જણાવ્યું હતું.

આ પછી તેઓએ વિદેશ જવા માટે એજન્ટની શોધખોળ પણ કરી હતી. આમ, આ સમગ્ર પ્રકરણમાં વિજયભાઈ ગોરાણીયા દ્વારા વડોદરાના રહીશ આરોપી દીક્ષિત સુરેશભાઈ શાહ, વૈભવ સુરેશભાઈ શાહ અને સાજણભાઈ પટેલ સાથે સંપર્કમાં રહી અને સમયાંતરે રૂ. 10 લાખ, રૂ. સાડા છ લાખ, રૂ. 5 લાખ, રૂ. 4 લાખ, એ રીતે કુલ રૂ. 30 લાખ 37 હજારની ટુકડે ટુકડે રકમ આંગડિયા પેઢી માટે મારફતે મોકલી આપી હતી. આ પછી આજ સુધી જયમલભાઈને વિદેશ જવા માટેની કોઈપણ પ્રકારની પ્રોસેસ થઈ ન હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું.

- Advertisement -

જેથી ફરિયાદી વિજયભાઈ ગોરાણીયાએ દીક્ષિતભાઈ શાહને પૈસા પરત આપવાનું કહેતા તેઓએ પૈસા પરત આપ્યા ન હતા અને તેમનો મોબાઈલ નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. આ રીતે ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી, કુલ રૂ. 30,37,000 ની છેતરપિંડી કરી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે વડોદરાના ત્રણેય શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 316 (2), 54 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular