Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરપ્રેમલગ્નનો ખાર રાખી દીકરી-જમાઇ ઉપર ચાર શખ્સોનો હુમલો - VIDEO

પ્રેમલગ્નનો ખાર રાખી દીકરી-જમાઇ ઉપર ચાર શખ્સોનો હુમલો – VIDEO

સાસુ-સાળા સહિતનાઓ દ્વારા છરી વડે ઘાતક હુમલો : લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર માર્યો : પતાવી દેવાની આપી ધમકી

જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર પ્રેમલગ્ન કર્યા હોવાની બાબતનો ખાર રાખી પતિ-પત્ની ઉપર સાસુ અને સાળા સહિતના ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેર નજીક મોરકંડા રોડ પર આવેલા અણમોલ પાર્ક શેરી નંબર 3માં રહેતાં અવેશ દાઉદભાઇ નોતિયાર નામના ડ્રાઇવિંગ કરતાં યુવાને મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. જે લગ્ન મુસ્કાનના પરિવારજનોને પસંદ ન હોવાથી તે બાબતનો ખાર રાખી ગત્રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં અલ્ફાઝ યુસુફ માડકિયા, ફૈઝાન રફિક માડકિયા, હમઝા યુસુફ માડકિયા, રૂબિના રફિક માડકિયા નામના ચાર શખ્સોએ એકસંપ કરી અવેશ અને મુસ્કાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી તેમની ઉપર છરીના ઘા ઝિંકી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. હુમલાના બનાવ બાદ યુવાનને પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

સાળા અને સાસુ સહિતનાઓ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવાન જમાઇ અને તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ અવેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular