Saturday, February 28, 2026
Homeરાજ્યહાલારકાલાવડમાં માનસીક તકલીફથી કંટાળી મહિલાએ જીંદગી ટુંકાવી

કાલાવડમાં માનસીક તકલીફથી કંટાળી મહિલાએ જીંદગી ટુંકાવી

ગળેફાંસો ખાઇ આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

કાલાવડના કાશ્મીરપરા અમીપીર વિસ્તારમાં રહેતા મહિલાને માનસીક તકલીફ હોય જેની દવા ચાલુ હોય આ તકલીફને લીધે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના કાશ્મીરપરા અમીપીર વિસ્તારમાં રહેતા ફરીદાબેન જાવીદભાઇ ચોહાન (સંધી) (ઉ.વ.39) નામના મહિલાના પુત્રનું દોઢેક વર્ષ પુર્વે મૃત્યુ થયું હોય ત્યારથી તેઓ આઘાતમાં હોય જેના લીધે તેઓને માનસીક તકલીફ થઇ ગઇ હતી. જેની દવા ચાલુ હોય ફરીદાબેને માનસીક તકલીફના લીધે તા.27ના બપોરના સમયે પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ લીધો હતો તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાંનું જાહેર કર્યુ હતું. આ અંગે જાવીદભાઇ દ્વારા પોલીસને જાણ કરતા કાલાવડના એએસઆઇ વી.ડી. જાપડીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular