જામનગરની જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. વિજય પોપટની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ઈંખઅના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિતની જવાબદારી સંભાળી ચૂકયા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘજી હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટથી કામગીરી ચાલતી હતી. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. દીપક તિવારીની જગ્યાએ ડો. વિજય પોપટને નિમણૂંક આપવામાં આવી છે. ડો. વિજય પોપટ ઞૠમાં ૠજ, ઙૠમાં ઉંઉઅ પ્રેસિડેન્ટ સહિતની જવાબદારી અભ્યાસ દરમ્યાન બજાવી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર, ફેકલ્ટી ડીન, ઈંખઅના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ વર્ષ 2017માં ગઅઇક લેબોરેટરી સૌરાષ્ટ્રમાં પ્રથમવખત ચાલુ કરાવી તેના ડાયરેક્ટર સહિતની જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત તેમને ઈંખઅના નેશનલ લેવલના એવોર્ડ તથા ઈંખઅના હેડ ક્વાર્ટરમાં ઓનરરી પ્રોફેસરનો એવોર્ડ પણ મળ્યો છે.


