જામનગર જિલ્લાના મોટી ખાવડી માર્ગ પરથી પસાર થતા બાઈકચાલક યુવાને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના નાઘેડી ગામના પાટીયા પાસે ગ્રીનવીલા સોસાયટીમાં રહેતાં અને મોટી ખાવડી ગામના વતની મહેન્દ્રભાઈ કાળુભાઈ મથ્થર (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.22 ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં તેના મિત્રનું જીજે-10-પીએ-6722 નંબરના બાઈક પર ઘરે જવા માટે મોટી ખાવડીથી જામનગર તરફ આવતો હતો તે દરમિયાન પાયલ હોટલની સામે પહોંચ્યો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થવાથી યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું સોમવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા કાળુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એલ જી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.