Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતધ્રોલમાં ઘરફોડ ચોરીનો ફરારી આરોપી જામનગર શહેરમાંથી ઝડપાયો

ધ્રોલમાં ઘરફોડ ચોરીનો ફરારી આરોપી જામનગર શહેરમાંથી ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોડે રેલવે સ્ટેશન પાસેથી દબોચ્યો : ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી

- Advertisement -

ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા તસ્કરને પેરોલ ફર્લો સ્કવોડે જામનગર રેલવે સ્ટેશન પાસેથી દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024માંથી નોંધાયેલા 1,13,000ની ઘરફોડ રોકડ ચોરી થઇ હતી. આ ચોરીના બનાવમાં સિક્કાના શખ્સની સંડોવણી હોય અને આ આરોપી ફરાર રહેતા આરોપી અંગેની ધર્મેન્દ્ર પટેલ, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા અને મહિપાલ સાદીયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે જામનગર રેલવે સ્ટેશન પાસેથી મુળ વાડીનારના અને હાલ સિક્કા ભુંગામાં રહેતા મહેબુબ ઉર્ફે ડાડલો જુનુસ સુંભણીયા નામના ફરારી આરોપીને દબોચી લઇ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular