Monday, June 17, 2024
Homeરાજ્યજામનગરપ્રિ-મોનસુન કામગીરી : વિભાપરમાં નદીમાંથી વેલ દૂર કરવા કાર્યવાહી - VIDEO

પ્રિ-મોનસુન કામગીરી : વિભાપરમાં નદીમાંથી વેલ દૂર કરવા કાર્યવાહી – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં રણજીતસાગર રોડ, દરેડ, ખોડિયાર કોલોની નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની કેનાલ આવેલી છે. જેની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વિભાપરમાં આવેલ નદીમાંથી વેલ દૂર કરવા કામગીરી હાથ ધરાઇ હતી. નદીમાંથી કચરો તેમજ માટી તથા વેલ દૂર કરવા જેસીબી સહિતના સાધનો દ્વારા કામગીરી કરાઇ રહી છે. શહેરમાં કુલ 11 જેટલી ટીમો દ્વારા પ્રિ-મોનસુન કામગીરી થઇ રહી છે અને 15 જૂન પહેલા સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજરોજ જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના એન્જિનિયર દ્વારા કામગીરી સ્થળની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular