Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરપ્રેમલગ્નનો ખાર રાખી જમાઇ ઉપર સસરાનો હુમલો

પ્રેમલગ્નનો ખાર રાખી જમાઇ ઉપર સસરાનો હુમલો

જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવાન ઉપર યુવતિના પિતાએ જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી વડે હુમલો કર્યો હતો. સામાપક્ષે ત્રણ શખ્સોએ પ્રૌઢ ઉપર ગાળાગાળી કરી ઢીકાપાટુનો અને માર મારી છરીનો ઉંધો ઘા ઝિંકી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

સામસામા હુમલાની મળતી વિગત મુજબ જામનગર શહેરના સિદ્ધાર્થનગર, શેરી નંબર ચારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા ઋત્વીક સુરેશભાઇ વરણ (ઉ.વ.22) નામના યુવાને મુન્નો વાઘેલાની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી મુન્ના વાઘેલાએ ગત્ રાત્રિના સમય કોમલનગર પુલ નીચે ઋત્વિકને ગાળો કાઢી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ઋત્વિકે તેના સસરા મુન્ના વાઘેલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે પ્રેમલગ્ન બાબતે બન્ને પરિવાર વચ્ચે માથાકૂટ ચાલતી હતી. તે દરમ્યાન મનસુખભાઇ અમરાભાઇ શિંગરખિયા નામના પ્રૌઢ મુન્નાભાઇની રેંકડીએ સમોસા લેવા ગયા હતા. ત્યારે ઋત્વિક, ઇરફાન અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ આવી મુન્નાભાઇને ગાળો કાઢતા મુન્નાભાઇ ભાગી ગયા હતા. ત્યારબાદ મનસુખભાઇને ત્રણ શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી છરીનો ઉંઘો ઘા ઝિંકી મુંઢ ઇજા પહોંચાડી હતી.

ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular