Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરદિલ્હીના વેપારી દ્વારા જામનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી

દિલ્હીના વેપારી દ્વારા જામનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી

જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા વેપારી યુવાન પાસેથી એલ્યુમિનિયમના સ્ક્રેપ માટે રૂા. 20 લાખ એડવાન્સ મંગાવી સામાન તથા રકમ પરત ન કરી રૂા. 18 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં સિદ્ધિ વિનાયક રેસિડેન્સમાં રહેતાં વૈભવભાઇ રામજીભાઇ ઘાડિયા (ઉ.વ.32) નામના વેપારી યુવાને દિલ્હીના પંકજ ત્યાગી નામના વેપારીએ લિંક્ડઇન નામની એપ્લીકેશન દ્વારા એલ્યુમિનિયમના સ્ક્રેપ અંગે વાતચીત કરી જામનગરના વેપારીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ વેપારી પાસેથી 52,000 કિલોના રૂા. 198 કિલોના દર મુજબ રૂા. 20 લાખ એડવાન્સ મંગાવી લીધા હતાં અને ત્યારબાદ ડીલ મુજબનો એલ્યુ. સ્ક્રેપ જામનગર ન મોકલતા વેપારીએ આપેલી રકમ પરત માંગી હતી. જેથી દિલ્હીના વેપારીએ રૂા. બે લાખ પરત આપ્યા હતાં. ત્યારબાદ બાકીના રૂા. 18 લાખની ઉઘરાણી અવારનવાર કરવા છતાં રકમ પરત ન આપતા વૈભવભાઇએ પંચ ‘બી’ પોલીસ સ્ટેશનમાં દિલ્હીના પંકજ ત્યાગી વિરૂદ્ધ રૂા. 18 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular