Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનું સ્નેહમિલન

ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનું સ્નેહમિલન

- Advertisement -

ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનું 11મું સ્નેહમિલન આજથી બે દિવસ જામનગરમાં યોજાશે. આ અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

- Advertisement -

ગુજરાત રાજ્યના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓને એક છત્ર નીચે લાવીને સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના સર્વાંગી વિકાસ માટે, રાજપૂત સમાજને સ્પર્શતા પ્રશ્ર્નો જેવા કે શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ ક્લાસ, સામાજિક અને રાજકીય પ્રશ્ર્નોનો સહકાર સાથે ઉકેલ લાવવા માટે છેલ્લા દસ વર્ષથી ગુજ2ાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા અલગ અલગ જિલ્લામાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે અને આ સ્નેહ મિલનમાં સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્ર્નો માટે ચર્ચા-વિચારણા અને મનન – ચિંતન કરવામાં આવે છે તેમજ એમના ઉકેલ માટે સુચારુ આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોના પ્રતિનિધિઓનું 11મું સ્નેહમિલન તા. 16 /17 માર્ચ ના રોજ પંચાયત કર્મચારીનગર, જામનગર ખાતે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા) ના યજમાન પદે અને એમના સૌજન્યથી યોજાય રહ્યું છે. જેમાં ગુજરાતની મહત્વની રાજપૂત સંસ્થાઓના મુખ્ય પદાધિકારીઓ ભાગ લેશે.

- Advertisement -

સમગ્ર ગુજરાત ના રાજપૂત આગેવાનો જામનગરના આંગણે પધારશે અને જામનગરની મહેમાનગતિ માણશે. આ માટે જામનગર શહેર – જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓના પદાધિકારીઓ ખભે ખભા મિલાવીને આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે.

આ 11માં સ્નેહમિલનમાં પ્રદ્યુમનસિંહ જાડેજા (ચેરમેન, ગુજરાત રાજ્યની રાજપુત સંસ્થાઓની સંકલન સમિતિ), વિક્રમસિંહ મહારાઉલ (આ સંસ્થાના સ્થાપક અને મુખ્ય સલાહકાર,) વાસુદેવસિંહ ગોહિલ (સંસ્થાના કન્વિનર અને પ્રમુખ ગોહિલવાડ રાજપૂત સમાજ), રમજુભા જાડેજા (સંસ્થાના મુખ્ય સંકલન કર્તા), વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય, ભચાઉ કચ્છ), ધર્મેન્દ્રસિંહ ડી.જાડેજા (હકુભા)(પૂર્વ મંત્રી ), રિવાબા જાડેજા ધારાસભ્ય (જામનગર ઉતર.), જયરાજસિંહ પરમાર-પ્રવક્તા (ભા.જ.5.ગુજરાત પ્રદેશ), વિરમદેવસિંહ ચુડાસમા (સંસ્થાના પૂર્વ ચેરમેન ), પી.એસ.જાડેજા (પ્રમુખ- જામનગર રાજપૂત સેવા સમાજ.), પ્રવીણસિંહ જાડેજા (સોગઠી. નિવૃત્ત ટી.ડી.ઓ. ), ઘનશ્યાસિંહ સોઢા (નિવૃત્ત એ.સી.એફ.) પ્રવિણસિંહ જે.જાડેજા (સેવક ધુણીયા),ભાજપ મહામંત્રી, જામનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો અને યુવાનો હાજર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular