Wednesday, October 14, 2026
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં સીઝનના પ્રથમ નવા મરચાંની આવક - VIDEO

હાપા યાર્ડમાં સીઝનના પ્રથમ નવા મરચાંની આવક – VIDEO

જામનગરમાં નવી મરચાંની સીઝનનો પ્રારંભ થતાં હાપા માર્કેટ યાર્ડમાં સીઝનના પ્રથમ નવા મરચાં (રેવા)ની આવક નોંધાઈ છે. બરાડિયા ગામના ખેડૂત પારસોતમભાઈ દ્વારા સીઝનના પ્રથમ મરચાંની કુલ 15 ગુણીની આવક કરવામાં આવી હતી. આ મરચાંની હરરાજી દરમિયાન સારા ભાવ મળતાં મરચાંની બજારમાં નવી સીઝનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ખેડૂત પારસોતમભાઈ, ગામ બરાડિયા દ્વારા લાવવામાં આવેલા નવા મરચાંની હરરાજી કમિશન એજન્ટ કે. પટેલ એન્ડ કંપની (K. Patel & Co.) મારફતે કરવામાં આવી હતી. હરરાજીમાં 20 કિલોના 6 ગુણી મરચાંનો ભાવ રૂ. 8,100 નોંધાયો હતો, જ્યારે 2 ગુણી મરચાંનું વેચાણ 20 કિલોના રૂ. 9,100ના ભાવે થયું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular