Wednesday, October 14, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ ખનીજ ઝડપાયું

કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ ખનીજ ઝડપાયું

દ્વારકા એલસીબી પોલીસે કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતું ખનિજનું ખનન ઝડપી લઇ બે ડમ્પર, હિટાચી મશીન તથા 32 ટન કાળા પથ્થર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજના વહન અંગે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલિયા અને પીઠાભાઈ ગોજિયાની બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના હરીપર ગામની સીમ વિસ્તારમાં કાળા પથ્થર (ખનીજ)નું હિટાચી મશીન વડે ખનીજ ખનન કરી, વહન કરવામાં આવતું હોવાથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન અલગ અલગ બે ડમ્પર તેમજ હિટાચી મશીન સાથે આશરે 32 ટન જેટલા કાળા પથ્થરનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહીઅર્થે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular