જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસેના રોડ પરથી પસાર થતાં ટ્રકએ એક્ટિવાને હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવાચાલક મહિલાનું ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસેના રોડ ઉપરથી આજે સવારે પસાર થતી એક્ટિવાચાલક મહિલાને પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા ટ્રકએ ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતના બનાવ બાદ ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં પંચ ‘બી’ પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસે સ્થળ પરથી મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા તેમના પરિવારજનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટ્રાફિક ફરીથી શરૂ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


