Wednesday, October 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પાંચ દાયકાથી રમાતો પ્રાચીન સ્વસ્તિક રાસ - VIDEO

જામનગરમાં પાંચ દાયકાથી રમાતો પ્રાચીન સ્વસ્તિક રાસ – VIDEO

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની ઉજવણી માત્ર ગરબા અને રાસ પૂરતી સીમિત નથી, પરંતુ અહીં અનેક વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરાઓ અને અનોખી લોકસંસ્કૃતિ પણ જોવા મળે છે. આવી જ એક અનોખી અને આકર્ષણનું કેન્દ્ર બનેલી પરંપરા જામનગરના કડીયા પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી, જે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી જાળવી રાખવામાં આવી છે.

- Advertisement -

જામનગરની નવરાત્રીની ઓળખમાં કડીયાવાડ ખાતે શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબીનો સ્વસ્તિક રાસ એક આગવું સ્થાન ધરાવે છે. સળગતી આગની જ્વાળાઓ વચ્ચે યુવાનો દ્વારા રજૂ થતો આ પ્રાચીન રાસ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ જામનગરની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાનો જીવંત વારસો બની રહ્યો છે. એક તરફ માતાજીની ભક્તિ અને આરાધના, તો બીજી તરફ યુવાનોની મહેનત, સાહસ અને સાંસ્કૃતિક વારસાનું જતન – આ તમામ બાબતોનો અનોખો સમન્વય અહીં જોવા મળે છે. આમ, જામનગરની નવરાત્રીની ઓળખમાં કડીયા પ્લોટની શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબીનો સ્વસ્તિક રાસ એક આગવું સ્થાન ધરાવે છે. સળગતી આગની જ્વાળાઓ વચ્ચે યુવાનો દ્વારા રજૂ થતો આ પ્રાચીન રાસ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ જામનગરની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાનો જીવંત વારસો બની રહ્યો છે.

- Advertisement -

આ ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન અનેક પ્રાચીન રાસ અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌથી વિશેષ આકર્ષણ હોય છે વિશ્ર્વવિખ્યાત સ્વસ્તિક રાસ. આ રાસની વિશેષતા એ છે કે યુવાનો સળગતી આગની જ્વાળાઓ વચ્ચે સ્વસ્તિક આકારની રચનામાં ગોઠવાઈને એક જ તાલ અને લયમાં રાસ રમે છે. આ સ્વસ્તિક રાસ માત્ર ક્ષણિક પ્રદર્શન નથી, પરંતુ તેની પાછળ યુવાનોની લાંબી તૈયારી, શિસ્ત, તાલમેલ અને સતત મહેનત રહેલી છે. આ અનોખા રાસ માટે અંદાજે 20 યુવાનો એક મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરી દે છે. રાસની ગોઠવણી, તાલ, લય, એકબીજા સાથેનું સંકલન અને સમગ્ર પ્રસ્તુતિને સુંદર રીતે રજૂ કરવા માટે યુવાનો નિયમિત અભ્યાસ કરે છે.

આખરે નવરાત્રી દરમિયાન જ્યારે સ્વસ્તિક આકારમાં આગ પ્રજ્વલિત કરવામાં આવે છે અને તેની વચ્ચે યુવાનો ખુલ્લા પગે રાસ રમવાનું શરૂ કરે છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં એક અલગ જ ઉત્સાહ અને રોમાંચ છવાઈ જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular