Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજમવા બાબતે પત્ની સાથેની બોલાચાલીનું લાગી આવતા પતિએ જિંદગી ટૂંકાવી

જમવા બાબતે પત્ની સાથેની બોલાચાલીનું લાગી આવતા પતિએ જિંદગી ટૂંકાવી

ધ્રોલમાં રસોડામાં લૂંગી વડે યુવાન પતિની ગળેફાંસો ખાઈ આત્મહત્યા: પોલીસ દ્વારા તપાસ : જામનગરમાં કેન્સરની બીમારીથી યુવાનનું મોત

- Advertisement -

ધ્રોલમાં તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્ની સાથે જમવાની બાબતે નજીવી બોલાચાલી થતા મનમાં લાગી આવતા લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ લોહીની ઉલ્ટી થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલી તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાં રહેતા સામતભાઇ વિનુભાઈ મકવાણા (ઉ.વ.26) નામના યુવાનને મંગળવારે સાંજના સમયે તેની પત્ની સાથે જમવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે રસોડામાં કપડાની લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ભૂપતભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો સી. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં ભૂપેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (ઉ.વ.46) નામના યુવાનને છેલ્લાં 12 વર્ષથી મોઢાનું કેન્સર થયું હતું. આ બીમારીની સારવાર ચાલુ હતી અને તબિયતમાં સુધારો થતો ન હતો. દરમિયાન રવિવારે સવારના સમયે લોહીની ઉલ્ટી થવાથી તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મહાવીરસિંહ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular