Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારખીમલિયા ગામે વૃદ્ધને શ્વાસ ઉપડતા સારવાર દરમિયાન મૃત્યુ

ખીમલિયા ગામે વૃદ્ધને શ્વાસ ઉપડતા સારવાર દરમિયાન મૃત્યુ

જામનગર શહેરના પટેલ કોલોનીમાં વૃદ્ધનું શ્વાસ-બીપીની બીમારી હોય તબિયત લથડતા સારવાર દરમિયાન મોત

- Advertisement -

ખીમલીયા ગામે રહેતાં વૃદ્ધને શ્વાસ ઉપડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વૃધ્ધનું શ્વાસ અને બીપીની બીમારી હોય તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલીયા ગામે રહેતાં નરશીભાઈ માધવજીભાઈ ડાભી (ઉ.વ.75) ને ગત તા.22 ના રોજ રાત્રિના સમયે શ્વાસ ચડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાની ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દેવરાજભાઇ નરશીભાઈ ડાભી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.2, અભિલાષા એપાર્ટમેન્ટ સામે રહેતાં દેવીસિંહ છત્રસિંહ ઝાલા (ઉ.વ.67) નામના વૃદ્ધને છેલ્લાં છ માસથી શ્વાસ તથા બીપીની બીમારી હોય તા.24 ના રોજ સવારના સમયે પોતાના ઘરે અચાનક તબિયત લથડતા બેભાન થઈ જતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધર્મરાજસિંહ ઝાલા દ્વારા પોલીસને જાણ કરાતા હેકો યર્જુવેન્દ્રસિંહ વાળા સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular