Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પાંચ બુટલેગરોની પાસામાં ધરપકડ

જામનગરના પાંચ બુટલેગરોની પાસામાં ધરપકડ

પ્રોહિબીશન, જૂગાર, મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સોની એલસીબી દ્વારા ધરપકડ : નડિયાદ, અમદાવાદ, પાલનપુર, સુરત અને વડોદરાની જેલમાં ધકેલાયા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અને પ્રોહિબીશનના એક થી વધુ ગુનામાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત એલસીબીએ કરેલી પાંચ બુટલેગરો સામેની પાસાની દરખાસ્ત મંજૂર કરાતા પાંચની ધરપકડ કરી જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં અસમાજિક પ્રવૃત્તિઓ કરતા અને પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કર્યાવાહી અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા, અશોક ઉર્ફે મિરચી ખટાઉ મંગે, લાખા ઉર્ફે લાખો દલુ ધારાણી, મયુર ઉર્ફે મયલો કરશન ભાટીયા અને સુનિલ કરશન ભાટીયા વિરૂધ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

દરખાસ્ત મંજૂર કરાતા એલસીબીની ટીમે પ્રોહિબીશનના ચાર ગુનામાં સંડોવાયેલા મુળ જોડિયા તાલુકાના પીઠડના વતની અને હાલ રાજકોટમાં રહેતા બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજાને નડિયાદની જિલ્લા જેલમાં, તથા જામનગરના દિગ્વીજય પ્લોટમાં રહેતાં અને પ્રોહિબીશનના 13 તથા જૂગારના પાંચ ગુનાઓમાં સંડોવાયેલા અશોક ઉર્ફે મિરચી ખટાઉ મંગેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં, જામનગરમાં રહેતો અને પ્રોહિબીશનના ત્રણ, જૂગારના ચાર, મારામારીના બે તથા જાહેરનામા ભંગના બે ગુનામાં સંડોવાયેલા લાખા ઉર્ફે લાખો દલુ ધારાણી ગઢવીને પાલનપુરની જિલ્લા જેલમાં તેમજ જામનગરમાં રહેતો અને પ્રોહિબીશનના ચાર, જૂગારનો એક, મારામારીનો એક, જાહેરનામા ભંગના બે ગુનામાં સંડોવાયેલ મયુર ઉર્ફે મયલો કરશન ભાટીયાને સુરતની મધ્યસ્થ જેલમાં અને મૂળ દ્વારકાનો વતની અને જામનગરમાં રહેતો પ્રોહિબીશનના બે જૂગારના ત્રણ, મારામારીનો એક, જાહેરનામા ભંગના બે ગુનામાં સંડોવાયેલ સુનિલ કરશન ભાટીયાની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular