Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoસુરતમાં હિટ એન્ડ રન : કારચાલકે શાકભાજીની લારીવાળાને ઉલાળ્યો - CCTV

સુરતમાં હિટ એન્ડ રન : કારચાલકે શાકભાજીની લારીવાળાને ઉલાળ્યો – CCTV

ગંભીર ઈજા બાદ મોત નિપજ્યું

હિટ એન્ડ રનની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. સુરતમાં હાલતાને ચાલતા અકસ્મતોના બનાવ બનતા રહે છે. અમીર પરિવારના નબીરાઓએ શાકભાજીનીની લારી ચલાવી પરિવારને મદદરૂપ થતા યુવકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.

- Advertisement -

અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ રૂવાટા ઉભા કરી દેનારા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવી પરિવારને મદદરૂપ થતો હતો. ગત રવિવારે અંકિત ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઇને પસાર થઈ રહ્યો હતો. તેવામાં પાછળથી આવેલી કારે તેને જોરદાર ટકકર મારી હતી જેથી તેને માથા, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular