Friday, June 13, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયતુર્કી ગયેલા ભારતની બોક્સિંગ ટીમના 8 સભ્ય પોઝીટીવ

તુર્કી ગયેલા ભારતની બોક્સિંગ ટીમના 8 સભ્ય પોઝીટીવ

તુર્કીના પ્રવાસે ગયેલ ભારતીય બોક્સિંગ ટીમના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. આ તમામને ઈસ્તંબુલમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોચ ધર્મેન્દ્ર યાદવ, સંતોષ બીર્મોલ, ફીઝીયો શિખા કેડિયા અને ડૉ.ઉમેશ તેમજ નીતિન કુમારને અઈસોલેટ કરવામાં આવ્યા છે.

- Advertisement -

તેઓ ઇસ્તંબુલમાં બોસ્ફરસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા. મેન્સમાં સોલંકી એકમાત્ર એવા બોક્સર છે જેમણે મેડલના સ્વરૃપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે વીમેન્સમાં નિકહત ઝરીને 51 કિલોગ્રામમાં બ્રોન્ઝ જીતીને ભારતને કુલ બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા. ત્રણ બોકસરો ગૌરવ સોલંકી,પ્રયાગ ચૌહાણ ,અને બ્રિજેશ યાદવ એક અઠવાડિયા પહેલાકોરોના સંક્રમિત થયા હતાં. તેમની ટૂર્નામેન્ટ 19 માર્ચે સમાપ્ત થઈ હતી. હાલ અ ત્રણેયના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. પરંતુ કવોરન્ટાઈન રહેવું પડશે. આ ત્રણેય કોમનવેલ્થ ગેમ્સમાં રજત પદક પણ જીતી ચૂક્યા છે.

તુર્કીની મુલાકાતે ગયેલાપુરુષ બોક્સર્સમાં લલિત પ્રસાદ, શિવ થાપા, દુર્યોધન સિંહ નેગી, નમન તન્વર, અને કૃષ્ણ શર્માનો સમાવેશ થાય છે. મહિલાઓમાં ઝરીન, સોનિયા લાથર, પરવીન , જ્યોતિ ગ્રેવાલ અને પૂજા સૈની શામેલ હતી. આ તમામનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તમામનો સાત દિવસ બાદ રીપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ રજા આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular