જામનગર સાયકલ કલબના ત્રણ સાયકલિસ્ટએ 600 કિમીની સાયકલ સવારી યોજી હતી. તા.2 ઓકટોબરના રોજ શરૂ થયેલી આ સાયકલ સવારીમાં જામનગર, રાજકોટ, ઉપલેટા થઇ પોરબંદર પહોંચ્યા હતાં. આ 600 કિમી.ની સાયકલ સવારી 40 કલાકમાં પૂર્ણ કરી જામનગર પહોંચ્યા હતાં. જેમાં સંદિપ પિપળિયા, રાજ કિરણ તથા શ્યામ સુંદર નેગીએ આ સાયકલ સવારી કરી હતી. તેમણે છેલ્લાં બે મહિનાઓ માં 100, 200, 300,400-અને 600 કિલોમીટર બ્રેવેટ્સ સીરીસ એક જ વર્ષમા ઉત્તીર્ણ કરી અને સૂપર રેંડનેયૂરનો ખિતાબ પણ હસ્તગત કર્યો છે. ભારત ભરના સાઈકલ સવારોમાંથી ગત વર્ષે ફક્ત થોડા જ સાઈકલિસ્ટ જ આ સિધ્ધિ પામી શક્યા હતા. જામનગર સાઈકલિંગ ક્લબ દ્વારા સૌને દિનચર્યામાં સાઇકલ ચલાવવાં અને ટૂંકા ગાળાના રોજબરોજનાં કામો માટે સાઇકલ સવારી કરવાં આહવાન કર્યું છે.