Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ફૂડ શાખા દ્વારા જલેબી-ફાફડાના 50 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા

જામનગરમાંથી ફૂડ શાખા દ્વારા જલેબી-ફાફડાના 50 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા

30 જેટલી ફરસાણની પેઢીઓમાં તેલ અંગે તપાસ કરાઇ : 27 કિલો જેટલો અખાદ્ય તેલનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા તહેવારોની સિઝનનો પ્રારંભ થતાં સક્રિય થઇ છે. દશેરાના પર્વ અને દિવાળીના પર્વને ધ્યાને રાખી ફૂડ શાખા દ્વારા શહેરોમાં ફરસાણ-મીઠાઇ સહિતની ખાદ્ય સામગ્રીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું અને શહેરની 50 જેટલા સ્થળોએથી જલેબી અને ફાફડાના નમુના લઇ ચેકિંગ અર્થે મોકલ્યા હતાં. તેમજ 30 જેટલી ફરસાણો બનાવતી પેઢીઓમાં તેલ અંગે તપાસ કરી અંદાજે 27 કિ.ગ્રામ જેટલો અખાદ્ય તેલનો જથ્થો જણાતાં સ્થળ ઉપર નાશ કરાયો હતો.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે શહેરમાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફેસ-2 દરેડમાં જેડી બેકર્સ, મારૂ કંસારા હોલ પાસે સુરેશ ફરસાણ માર્ટ, ગ્રિનસીટીમાં સદ્ગુરુ ડેરી ફાર્મ તથા નવરંગ સ્વીટ એન્ડ ફરસાણ, પટેલ પાર્કમાં બંસરી ડેરી શ્રીરામ સ્વીટ એન્ડ ફરસાણ નંદનવનમાં ખુશ્બુ ડેરી, પવનચક્કીમાં ગુરુકૃપા સ્વીટ એન્ડ ફરસાણ, રણજીત રોડ પાસે જલારામ સ્વીટ એન્ડ ડેરી, ડીએસપી બંગલા પાસે વિષ્ણુ હલવા હાઉસ, બેડી ગેઇટ પાસે વાહેગુરુ સ્વીટ એન્ડ નમકીન તથા ન્યુ આસનદાસ સ્વીટ સહિતના સ્થળોએથી મીઠાઇ તેમજ ફરસાણના નમુના લઇને ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના ખોડિયાર કોલોની, જનતા ફાટક, રણજીતનગર, દિ.પ્લોટ 58-59, પ્લોટ પોલીસ ચોકી, જોલીબંગલો, એસ.ટી. ડેપો, ખંભાળિયા નાકા, હવાઇચોક, આર્યસમાજ રોડ, પવનચક્કી જેવા વિસ્તારોમાં 35 જેટલી પેઢીઓમાં તપાસણી હાથ ધરી 50 જેટલા જલેબી અને ફાફડાના નમુના વડોદરા પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે. તેમણે શહેરની જુદા જુદા વિસ્તારની 30 જેટલી ફરસાણ બનાવતી પેઢીઓમાં તેલ અંગે તપાસ ધરતાં 27 કિ.ગ્રામ જેટલો અખાદ્ય તેલનો જથ્થો મળી આવતાં સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શિતલ આઇસ ફેકટરી, શિવમ આઇસ ફેકટરી, ભારત આઇસ ફેકટરી, જેઠવા આઇસ ફેકટરી, સાધના આઇસ ફેકટરી, અશોક આઇસ ફેકટરી, ભુલચંદ આઇસ ફેકટરી, ઓનેસ્ટ આઇસ ફેકટરી તથા આઝાદ આઇસ ફેકટરીમાં ઇન્સ્પેકશન કરી સ્વચ્છતા, સફાઇ, પાણીમાં કલોરીનેશન તથા ટાકાઓની સફાઇ સુપર ક્લોરીનેશન જાળવવા તેમજ કોરોઝન પામેલ આઇસ બોકસ ચેઇન્જ/રેડઓકસાઇડ કરાવી લેવા સૂચનાઓ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular