Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં આઠ જુગાર દરોડામાં આઠ મહિલા સહિત 43 ખેલંદાઓ ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં આઠ જુગાર દરોડામાં આઠ મહિલા સહિત 43 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના હાપા જવારનગર વિસ્તારમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં ચાર મહિલા સહિત નવ શખ્સોને પંચ-એ પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન 13270ની રોકડ, આઠ મોબાઇલ અને બે બાઇક મળી કુલ રૂા. 1,43,270ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામમાંથી તીનપતી નો જુગાર રમતા સ્થળે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન વિશાલ રમણીક રાઠોડ, વિપુલ ભરત ડાભી, અમિત સુરેશ ચૌધરી, સુનીલ રાજુ ડાભી, ભાવેશ જગદીશ ડાભી નામના પાંચ અને ચાર મહિલાઓ સહિત નવ શખ્સોને રું. 13,270ની રોકડ રકમ, રું. 40,000ની કિંમતના 8 નંગ મોબાઈલ તથા રું.90,000ની કિંમતના બે બાઇક અને ગજીપાના સહિત કુલ રું. 1,43,270 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં ગોકુલનગરના શ્યામનગરમાં રહેતાં મહિલાના મકાનમાં ચાલતા જુગાર સ્થળે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ચાર મહિલાઓને રુ 48,500ની રોકડ અને ગજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સ્થળે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઇડ દરમિયાન પ્રવીણ પોપટ સોલંકી, ધીરજ ત્રિકમ બાબરીયા, હસમુખ ખીમજી સોંદરવા, હિતેશ વિનોદ મકવાણા, ગોપાલ મૂળજી મકવાણા, મયુર ગોરા બાબરીયા અને પરેશ વિનું મકવાણા સહિતના સાત શખ્સોને રું. 4,730 ની રોકડ અને રું.21,500 ની કિંમતના પાંચ મોબાઈલ મળી કુલ રું.26,470ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જોડીયા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હિતેશ ઉગા જાદવ, રવી કારું જાદવ, ભરત ગોરા જાદવ, રવજી બાવજી જાદવ, રવજી ઉર્ફે રાજુ ગોરધન જાદવ નામના પાંચ ખેલંદાઓને જોડીયા પોલીસે રેઇડ દરમિયાન રું 7,530ની રોકડ સહિતના કુલ રું 19,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન જીનુભા કારુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ રામસંગ જાડેજા, જુવાનસિંહ બહાદુરસિંહ જાડેજા, લાલુભા અમરસંગ જાડેજા, માધવ કરશન જેપાર નામના પાંચ શખ્સોને રું. 18,240 ની રોકડ અને ગજીપાના સાથે ઝડપી લીધા હતા.

લાલપુર તાલુકાના ખાયડી ગામમાંથી જુગાર રમતાં સુરેશ મુરૂ ગાગિયા, કારુ અરજણ ડાંગર, હદુ રણમલ ગાગીયા, લાખા રાણા ગોજીયા, ભરત જેઠા ગોજિયા અને હેમંત લાખા ગાગિયા નામના છ શખ્સોને રું. 10020 ની રોકડ અને ગજીપાના સાથે ઝડપી લીધા હતા.

જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં વિશ્ર્નુ મહાવીર ગુપ્તા, સુરેશ કાના બાવરી અને કાસમ મુસા કુરેશી નામના ત્રણ શખ્સોને સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 2850ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના વસઇ ગામમાં જાહેરમાં તિનપત્તિ રમતાં રણજીત ઉર્ફે રઘુ વરજાંગ, મહેન્દ્રસિંહ મનુભા સોઢા, નરેન્દ્ર ઉર્ફે નંદો દાના ભુંગા અને કિશન નાગજી ચૌહાણ નામના ચાર શખ્સોને સિક્કા પોલીસે રૂા. 3110ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular