Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇ બ્લાસ્ટ કેસના 4 ફરાર આતંકી ઝડપાયા

મુંબઇ બ્લાસ્ટ કેસના 4 ફરાર આતંકી ઝડપાયા

ગુજરાત એટીએસએ બોગસ પાસપોર્ટ સાથે દબોચી લીધા : દાઉદ સાથે ધરાવતા હતા સીધો સંપર્ક

- Advertisement -

1993 બ્લાસ્ટ કેસના ફરાર 4 આતંકી ઝડપાયા છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પાસેથી ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. તેમાં અબુ બકર અને યુસુફ બટકા, શોએબ બાબા અને શૈયદ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બોગસ પાસપોર્ટ સાથે આતંકી ઝડપાયા છે. તથા દાઉદ સાથે સીધો સંપર્ક ધરાવતા આતંકી ઝડપાતા ચક્ચાર મચી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે મુંબઈ બ્લાસ્ટ બાદ ફરાર 4 આતંકી વિદેશમાં સ્થાયી થયા હતા. જેમાં 1993 બ્લાસ્ટ કેસના આતંકી ફરાર હતા. તેમાં ગુજરાત એટીએસે બનાવટી પાસપોર્ટ આતંકીને દબોચી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અન 1993 મુંબઇ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બ્લાસ્ટ બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular