જામનગર શહેરની ભાગોળેથી પસાર થતી રંગમતિ નદીમાં 300થી વધુ દબાણો હોવાનું પ્રસ્થાપિત થયું છે. લેન્ડ રેકર્ડ વિભાગ દ્વારા કરવામાં આવેલી મોજણીમાં આ દબાણોને ઓળખી કાઢવામાં આવ્યા બાદ આ તમામ દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું છે. સુજલામ્-સુફલામ્ યોજના અંતર્ગત નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી અંતર્ગત નદીમાં વર્ષોથી રહેલા દબાણોનો પણ સફાયો કરવામાં આવનાર હોવાનો દાવો કમિશર દ્વારા કરવામાં આવ્યો છે. દબાણો હટાવવા માટે દબાણકારોને નિયમ મુજબ નોટીસ પણ પાઠવી દેવામાં આવી હોવાનું કમિશનરે જણાવ્યું છે. આગામી બે માસમાં નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારે કમિશનરના દાવા મુજબ નદીના દબાણો દૂર થાય છે કે કેમ? તે સ્પષ્ટ થઇ જશે.

જામનગર શહેરમાં રંગમતિ નદી પહોળી અને ઉડી કરવાની કામગીરીની સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કમિશ્નર, ડેપ્યુટી કમીશ્નર સહીતના અધિકારી દ્વારા કરવામાં આવી હતી. મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન.મોદીએ કામગીરીનુ નિરક્ષિણ કરીને કામગીરી નિયત સમયે પુર્ણ કરવામા માટેનુ સુચન કર્યા હતા.
જામનગર શહેરમા આવેલી રંગમતિ નદીને પહોળી અને ઉડી કરવાની કામગીરીનો શરુ કરવમાં આવેલ છે. લાલપુર ચોકડી પાસે આવેલ પુલ નીચે તેમજ દરેડ નજીક બે સ્થળોએ કામગીરીનો પ્રારંભ થયો છે. જે નદીના ચાલતા કામની સ્થળ મહાનગર પાલિકાના અધિકારીઓ જેમાં કમિશ્નર ડી.એન. મોદી, ડેપ્યુટી કમીશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગના અધિકારી રાજીવ જાની સહીતના અધિકારીઓનો કાફલો રંગમતિ નદીમાં ચાલતા કામનુ નિરક્ષણ કર્યુ હતુ. જેમાં અધિકારી દ્વારા ચાલતા કામની વિગતો મેળવીને જરૂરી સુચનો કર્યા હતા.
કમિશ્નરે કામગીરી અંગે વિગત આપતા જણાવ્યુ હતુ કે તા. 10મી એપ્રીલથી આ કામગીરીનો પ્રાંરભ કર્યો છે. હાલ 5 હિટાચી મશીન, 2 જેસીબી 5 ડમ્પર સહીત મશીનરીથી કામ શરુ થયુ છે. આગામી દિવસોમાં વધુ મશીનરીઓ કામ લાગવીને કામગીરી કરાશે. જે માટે અંદાજીત ચાર કરોડનો ખર્ચ થનાર છે. ચોમાસા સુઘી અંદાજે 45 દિવસ કામગીરી ચાલશે. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, બિલ્ડર, કોન્ટ્રાકરોના આર્થિક સહયોગથી આ કામગીરી કરવામાં આવેલ છે. નદીમાં કાપ નિકળે તે સરકારી કામ ચાલતા હોય ત્યાં અને બાદ અન્ય જરૂરી લાગે તેવી રીતે લોકો તેનો ઉપયોગ કરી શકશે. ઉઈંકછ દ્વારા એ નદીની પહોળાઈનુ ડિમાર્કેશન કરી દીધુ છે. આશરે 300 જેટલા દબાણો આઈડેન્ટીફાય કર્યા છે. તમામ દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી છે. નદીના પટ્ટમાં આવતા આ તમામ આશરે 300 દબાણોને તંત્ર દ્વારા દુર કરવામાં આવશે. નદીને ઉડી અને પહોળી કરવાની કામગીરી શરૂ થતા નિશ્ચિત થયુ છે. વર્ષોથી નદીના પટ્ટમાં કરવામાં આવેલા દબાણોનો તંત્ર કોઈ પણ દબાણ વગર દુર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે ચોમાસા પહેલા આ દબાણો દુર થશે તેવો દાવો મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
સુજલામ-સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી ચોમાસા પહેલા પુર્ણ કરાશે. રીવરફન્ટમાં માટે આ કામ પાયાની સાબિત થશે. ટુંક સમયમાં રીવરફન્ટ પ્રોજેકટ પણ અમલી કરાશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું વધારે પાણી સરળતાથી વહન થઈ શકે.