Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુરના મોટા વડિયા ગામે 15 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા

જામજોધપુરના મોટા વડિયા ગામે 15 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા

જામનગરમાં રાજગોર ફળીમાંથી 6 પત્તાપ્રેમીઓ ઝડપાયા : ધ્રોલમાં 4 મહિલાઓ સહિત 6 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ : જામનગર શહેરમાંથી ત્રણ શખ્સો એકી-બેકીનો જુગાર રમતા ઝડપાયા

જામજોધપુરના મોટા વડિયા ગામે હર્ષદ માતાજીના મંદિર પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે જુગારનો અડ્ડો ઝડપી લીધો હતો. રેઇડ દરમ્યાન 15 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ કુલ રૂા. 60,240ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં રાજગોર ફળી શેરી નંબર બેમાં સિટી ‘એ’ પોલીસે પાંચ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 15,300ની રોકડ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલમાં લતીપર ગામથી પીઠડ ગામ જવાના માર્ગ પરથી પોલીસે 6 મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધી હતી. જામનગરમાં 22-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ત્રણ શખ્સોને એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકામાં મોટા વડિયા ગામે હર્ષદ માતાના મંદિર પાસેથી જામજોધપુર પોલીસે જુગારનો અખાડો ઝડપી લીધો હતો. જેમાં પ્રથમ રેઇડમાં વજશી અરજણ કરંગિયા, ભોજા રામાભાઇ બૈડિયાવદરા, ડાડુ સુમાત કરંગિયા, મુકેશ દેવાણંદ કરંગિયા, રાજશી ખીમા ડાંગર તથા અરશી અમિત ગાગિયા નામના 6 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 33,340ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જ વિસ્તારમાં અન્ય દરોડામાં ભરત દેવશી કરંગિયા, ભીખા કેશુર ગોજિયા, અરશી મેરામણ કરંગિયા, મહેશ મંગા વાઘ, જીતેન્દ્ર ઉર્ફ ભયલો કરશન ખવા તથા પીયૂષ હમીર કરંગિયા નામના 6 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂપિયા 10,600ની રોકડ સહિતનો મુદ્ામા કબ્જે કર્યો હતો. અન્ય દરોડામાં આ જ વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમ્યાન ધવલ ઉર્ફે કાનો કિશોર ખાંટ, પ્રદીપકુમાર રમણિક બરોચિયા, અશ્ર્વિન કાંતિલાલ ભાયાણી નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 16,300ની રોકડ કબ્જે કરી હતી. આ રેઇડ દરમ્યાન એકજ સ્થળેથી ત્રણ દરોડામાં 15 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 60,240ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારનો બીજો દરોડો જામનગરમાં રાજગોર ફળી શેરી નંબર બેમાં પ્રશાંત એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન ભરત મોહન કલ્યાણી, પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, સુરેશ વલ્લભ બુદ્ધદેવ તથા લવેશ કાંતિલાલ વ્યાસ નામના પાંચ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધાં હતાં અને રૂપિયા 15,300ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો ધ્રોલ તાલુકામાં લતીપર ગામથી પીઠડ ગામ જવાના રસ્તા પર આવેલ મોમલાભાઇના મકાનની બહારથી ધ્રોલ પોલીસે અશ્ર્વિન બટુક વાઘેલા, ભૂપત રામજી વાઘેલા તથા 4 મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 6390ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો જામનગર શહેરમાં 22-દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરી સામે જાહેરમાં એકી-બેકીનો જુગાર રમાતો હોય સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન ભાવિન જગદિશ પમનાણી, જયદીપ ગોપાલ આણદાણી તથા જેન્તી લીલાધર મંગે નામના ત્રણ શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી જુગાર રમતા ઝડપી લઇ રૂા. 2360ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular