રાજ્યની સાથે જામનગરમાં પણ કોરોના વકરતો જાય છે. જેમાં ખાસ કરીને છેલ્લા 4-પ દિવસથી જામનગરની ડેન્ટલ હોસ્ટેલમાં કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. શનિ-રવિ બે દિવસમાં ડેન્ટલ કોલેજમાં વધુ બે સહિત બે દિવસમાં જામનગરમાં નવા 14 કેસ ઉમેરાયા છે. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 69 કેસ નોંધાયા છે. હાલમાં 48 દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ છે.

કોરોનાના નવા વેરિએન્ટનો કહેર રાજ્યમાં વધતો જઇ રહ્યો છે. રાજયની સાથે જામનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતું જઇ રહયું છે. જો કે, આ વેરિએન્ટમાં પોઝિટીવ દર્દીને મહદઅંશે હોમઆઇસોલેશન હેઠળ રાખવામાં આવે છે. જામનગરમાં ખાસ કરીને ડેન્ટલ કોલેજ અને ડેન્ટલ હોસ્ટેલમાં છેલ્લા 4-પ દિવસથી કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહયું છે. શનિ-રવિમાં જામનગર શહેરમાં નવા 14 કેસ નોંધાયા છે. જામનગર મહાનગરપાલિકાએ કોરોના અંગે જાહેર કરેલ આંકડાઓમાં શનિવારે જામનગરમાં કુલ 10 કેસ નવા સામે આવ્યા હતા. અને શનિવારે બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. શનિવારે જામનગરની ડેન્ટલ કોલેજમાં રર વર્ષનો યુવાન, ડેન્ટલ કોલેજની 23 વર્ષની યુવતિ, પાર્ક કોલોનીમાં 56 વર્ષના પ્રૌઢ, પીજી હોસ્ટેલમાં 34 વર્ષના મહિલા, પટેલ કોલોનીમાં 19 વર્ષનો યુવાન, જડેશ્ર્વર પાર્કમાં 63 વર્ષના વૃધ્ધ, પવનચકકીમાં 15 વર્ષની યુવતિ, ગોકુલધામમાં 60 વર્ષના વૃધ્ધ, તુલસી પાર્ટી પ્લોટમાં 3ર વર્ષના મહિલા તથા ખારવા ચકલામાં પપ વર્ષના પ્રૌઢાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
જયારે ગઇકાલે રવિવારે પણ જામનગરમાં નવા 4 કેસ સામે આવ્યા હતા. જેમાં પટેલ કોલોનીમાં 83 વર્ષના વૃધ્ધ, લાલપુર બાયપાસ ચોકડી પાસે 39 વર્ષના યુવાન, ગુરૂદ્વાર રોડ પ0 વર્ષના મહિલા તથા હિરજી મસ્ત્રી રોડ પર 21 વર્ષની યુવતિ કોરોના પોઝિટીવ હોવાનું જાહેર થયું છે. છેલ્લા બે દિવસમાં જામનગરમાં કુલ 14 નવા કેસ નોંધાયા છે. ગઇકાલે 3 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયાની સાથે અત્યાર સુધીમાં કુલ 21 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયા છે. જયારે 48 દર્દીઓ હાલમાં હોમઆઇસોલેશન હેઠળ રખાયા છે.