
રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા સાઇકલોફન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ હતું. જેમાં ઓસવાલ સેન્ટર ખાતે વહેલી સવારે શરૂઆત કરવામાં આવી હતી. સાઇકલોફનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંદાજે 1350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકો અને યુવાનો અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા હતા.
સ્વાસ્થ્ય અંગે જાગૃતિના એક માત્ર ઉદ્દેશ સાથે સતત ત્રણ વર્ષથી દર વર્ષે સાયકલોફનનું આયોજન કરવામા આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રહી હતી. આજે 5, 10, 25, 50 અને 100 કિમી એમ જુદી જુદી કેટેગરીમા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને જુદા જુદા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધા દ્રારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર કલીનીક માટે ઉપયોગ કરવામાં આવશે તેવો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ સાયકલોફનના રુટમાં કોઈ અકસ્માત ના બને તે માટે સ્વયંસેવકો દ્રારા તકેદારી લેવામાં આવી હતી. સાથે એમ્બ્યુલન્સ અને મેડીકલ ટીમ સાથે રાખવામાં આવી હતી.