Thursday, June 18, 2026
Homeરાજ્યજામનગરવિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં યોગ શિબિર યોજાઈ - VIDEO

વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં યોગ શિબિર યોજાઈ – VIDEO

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં આયોજન : યોગ શિબિરમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરના અજીતસિંહ પેવેલિયન, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી સૌને નિયમિત યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટરશ્રી અનિલ ત્રિવેદી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા.

- Advertisement -

કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા યોગ કોર્ડિનેટર દર્શિતા મહેતા, અધિકારીઓ, આર્મી, નેવી,એરફોર્સના જવાનો, પોલીસના જવાનો, વિવિધ સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular