Tuesday, November 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા

જામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા

ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની મહિલા ટીમે ભરૂચની ટીમને 2-0 નાં સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો : વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

- Advertisement -

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, પાટણ દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024-25 ની રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર 17 ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.27 થી તા.30 સપ્ટેમ્બર દરમિયાન પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તમામ જીલ્લાઓની મળી અંદાજે 45 વિજેતા ટીમોએ ભાગ લીધો હતો.

- Advertisement -

રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની બી.બી. પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ ડીએલએસએસની અંડર 17 બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે ભરૂચની ટીમને 2-0નાં સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જામનગર મહિલા ફૂટબોલ ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે. રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ફૂટબોલ રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી વિજેતા થયેલ ટીમ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular