Monday, October 7, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસઘરની જવાબદારીમાંથી સમય કાઢીને મહિલાઓએ આ પાંચ કામ જરૂર કરવા જોઇએ

ઘરની જવાબદારીમાંથી સમય કાઢીને મહિલાઓએ આ પાંચ કામ જરૂર કરવા જોઇએ

- Advertisement -

લાંબુ જીવન જીવવું જરુરી છે. પરંતુ સ્વસ્થ જીવન જીવવુ એ વધુ જરુરી છે. મહિલાઓ ઘરની જવાબદારીમાંથી સમય કાઢી પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરુરી છે. વધતી ઉંમર સાથે શરીરની સ્વસ્થતા જળવાવી જરુરી છે. એટલે ફિઝિકલ એક્ટિવીટી જેવી કે, એક્સરસાઇઝ વગેરે જરુરી છે.

- Advertisement -

કસરત કરનારી મહિલાઓની બીપી, કોલેસ્ટ્રોલના લેવલ જળવાઇ રહે છે. હૃદયરોગ, ડાયાબીટીસ જેવી બિમારીઓના જોખમ ઘટી જાય છે. જેમ-જેમ મોનોપોઝનો સમય નજીક આવે છે. તેમ-તેમ મહિલાઓની પરેશાની વધી જાય છે. માટે મહિલાઓએ રેગ્યુલર એકસરસાઇઝ કરવી જોઇએ.

પુરતી નિંદર લેવી : આધુનિક લાઇફના કારણે ઘણી મહિલાઓને રાત્રે પુરતી ઉંઘ નથી થતી નિંદર પુરતી લેવાથી શરીરને એનર્જી મળે છે.

- Advertisement -

એન્યુઅલ ચેકઅપ : ડોકટર પાસે થઇને અમુક સમયે એન્જયુઅલ ચેકઅપ કરાવવું જોઇએ. જેથી કોઇ ગંભીર બિમારીના ખતરાથી બચી શકાય છે.

ડાઇટ પર ધ્યાન આપવુ : પ્રોપર ફૂડ લેવુ ભોજન પર ધ્યાન આપવુ, સારું ભોજન લેવુ એટલે કે, સ્વાદિષ્ટ નહીં પરંતુ હેલ્ધી આહાર લેવો જેમ કે, પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ વગેરે મળી રહે જેમાં રંગ-બેરંગી શાકભાજી ફળ વગેરે લઇ શકાય. તાજો આહાર લેવો અને પેકીંગવાળી વસ્તુઓ ટાળવી.

- Advertisement -

મનપસંદ કામ કરવા : મનને સ્ટ્રેસ ફ્રી રાખવું પણ ખાસ જરુરી છે. જેથી મનને પ્રફુલ્લીત રાખવા માટે મનપસંદ કામ કરવા જરુરી છે. આપની ખુશીના કારણે હોર્મોન રિલિઝ થશે. જેથી તે હેલ્થ માટે ફાયદાકારક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular