Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી થયેલી રોકડ અને મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાંથી થયેલી રોકડ અને મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તસ્કરને દબોચ્યો : ચોરાઉ મોબાઇલ અને રોકડ રકમ સહિત 19 હજારનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસેથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રોકડ રકમ અને મોબાઇલ ફોન ચોરી આચરનાર તસ્કરને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસેથી મોબાઇલ અને રોકડ રકમ ચોરી આચરનાર તસ્કર ખુલ્લી ફાટક દશામાંના મંદિર પાસેથી પસાર થવાની હેકો ખીમશીભાઈ ડાંગર તથા યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.જે. ચાવડા તથા હેકો યશપાલસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, દિલીપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ખુલ્લી ફાટક નજીકથી વિજય નંદલાલ કોળી (રહે. હાપા ખારી વિસ્તાર-બાવરીવાસ જામનગર) નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.10000 ની કિંમતનો ચોરાઉ રેડમીનો ફોન તથા રૂા.9000 ની રોકડ રકમ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ ચોરી વિકટોરીયા પુલ બસ સ્ટેન્ડ પાસેથી આચરી હોવાની કેફિયત આપતા પોલીસે રૂા.19000 નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular