Tuesday, April 21, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાં મહિલાને ઝેરી સાપ કરડી જતાં મોત

જામજોધપુરમાં મહિલાને ઝેરી સાપ કરડી જતાં મોત

સારવાર દરમ્યાન મૃત્યુ : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

જામજોધપુરના પાટણ ગામમાં મહિલાને ઝેરી સાપ કરડી જતાં સારવારમાં મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતાં હંસાબેન નરસીભાઇ ખિમાણિયા નામના 46 વર્ષના મહિલા તા. 20ના રોજ તેમના ઘરે લાકડાંના ભારા સરખાં કરતાં હતાં. આ દરમ્યાન લાકડાંના ભારામાંથી ઝેરી સાપ તેમને કરડી જતાં તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ નરસીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા જામજોધપુરના હે.કો. રવિન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular