Tuesday, April 21, 2026
Homeરાજ્યગુજરાતશેરબજારમાં 25 લાખનું નુકશાન થતાં જામનગરના યુવાને જિંદગી ટૂંકાવી

શેરબજારમાં 25 લાખનું નુકશાન થતાં જામનગરના યુવાને જિંદગી ટૂંકાવી

ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ : સારવાર દરમ્યાન મૃત્યુ : પોલીસ દ્વારા વધુ તપાસ

જામનગરના રાજપાર્કમાં રહેતાં યુવાનને શેરબજારમાં 25 લાખનું નુકશાન થતાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

શેરબજારમાં પૂરતી જાણકારીનો અભાવ અને ગજા બહારના રોકાણના કારણે નુકશાની બાદ આર્થિક ફટકો પડતાં અનેક લોકોના જીવન મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી ડીવાઇન હોસ્પિટલ પાછળ રહેતાં દેવાંગભાઇ પ્રવીણભાઇ પોપટ નામના 35 વર્ષના યુવાન છેલ્લા છએક મહિનાથી શેરબજારમાં ટ્રેડિંગ કરતાં હતાં. જેમાં અંદાજિત રૂપિયા 25 લાખ જેટલું મોટું નુકશાન થયું હોવાથી તે સતત ચિંતામાં રહેતા હતા અને તા. 07ના સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તેના પરિવારજનોને જાણ થતાં તેને સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત ન નિવડતાં મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ અંગે મૃતકના પત્ની દિવ્યાબેન દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘બી’ના હે.કો. પી. કે. વાઘેલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular