યુનાઇટેડ નેશનલ જનરલ એસેમેબ્લી દ્વારા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે. જામનગર અને ધ્રોલમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિતે જામનગર અને ધ્રોલમાં રેલી આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સમસ્ત આદિવાસી ભીલ સમાજ જામનગર (વાયુસેના ભીલવાસ) દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ઢીંચડા રીંગ રોડ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો જે રવીપાર્ક, ટાઉનશીપ, ખોડિયાર કોલોની, સાત રસ્તા સહિતના માર્ગો પરથી લાલબંગલા પાસે પુર્ણ થઇ હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત ભૂમિ પૂજન, ઘ્વજવંદન, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
View this post on Instagram
આ ઉપરાંત ધ્રોલમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રાજકોટ-જામનગર હાઇવે ખારવા ચોકડી, ત્રિકોણ ચોક, ગાંધી ચોક થઇને ઐતિહાસીક ભુચરમોરીના મેદાન ખાતે પૂર્ણ થઇ હતી.


