જામનગર શહેરના મચ્છનગર વિસ્તારમાં રહેતાં મહિલાએ આર્થિક સંકળામણને કારણે વ્યાજે લીધેલી રકમ માટે બે મહિલા સહિત ત્રણ શખસો દ્વારા વધુ રકમ પડાવવા માટે ગાળાગાળી કરી નોટરી કરારમાં સહી કરાવી લઇ મોટી રકમનો ચેક બાઉન્સ કરાવવાની ધમકી આપી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મચ્છરનગરમાં રહેતાં નોકરી કરતા ક્રિષ્નાબેન મનોજભાઈ ચૌહાણને ઘરમાં આર્થિક તંગી હોવાના કારણે પટેલ કોલોનીમાં રહેતાં હર્ષાબા ઉર્ફે વર્ષાબા કિશોરસિંહ ઝાલા અને કાનો ઉર્ફે કલ્પેશ મહેતા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં અને આ રકમનું વ્યાજ પણ ચુકવતા હતાં તેમ છતાં વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ફોનમાં તેમજ રૂબરૂ મહિલાને ગાળાગાળી કરી હતી. તેમજ વિશ્ર્વરાજ ઉર્ફે વિશુ કિશોરસિંહ ઝાલા નામના શખ્સે મહિલાના ઘરે જઈ દંપતીને અરજી પાછી ખેંચવા ધાકધમકી આપી હતી અને તો અરજી પાછી નહીં ખેંચો તો જીવથી જાશો તેવી ધમકી આપી હતી. તેમજ હર્ષાબા અને તેમના પુત્રએ ક્રિષ્નનાબેનને ધમકાવીને નોટરી કરારમાં સહી કરાવી લઇ તેણીના કોરા ચેકમાં મોટી રકમ ભરી ચેક બાઉન્સ કરવાની ધમકી આપી હતી. વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલા ક્રિષ્નાબેને આખરે પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે માતા – પુત્ર સહિતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.