Saturday, March 15, 2025
Homeરાષ્ટ્રીયફાઇવ-જી આવતાં, ટીવી અને રેડિયોના મોજાંઓને શું અસર થશે?

ફાઇવ-જી આવતાં, ટીવી અને રેડિયોના મોજાંઓને શું અસર થશે?

ટીવી કંપનીઓએ કહ્યું, બફર ઝોન રચવો જરૂરી

- Advertisement -

સરકાર ખુબ જ ઝડપથી દેશમાં ફાઇવ-જી ટેકનોલોજી દાખલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. બરાબર આ જ સમયે, ટીવી પર થતાં પ્રસારણ ઉપર તેમજ રેડિયો પ્રસારણ ઉપર ફાઇવ-જીની અસરો અંગે ચર્ચા અને વિવાદો શરૂ થયા છે. ટીવી પ્રસારણ કંપનીઓને એવો ડર છે કે, ફાઇવજીના મોજાં તેમના ઉદ્યોગને અસરો પહોંચાડી શકે છે.

- Advertisement -

ટીવી પ્રસારણ કંપનીઓએ જણાવ્યું છે કે, ફાઇવ-જીના આગમન સાથે ટીવી અને રેડિયોના પ્રસારણને તકલીફ ન પહોંચે તે માટે ટેલિકોમ કંપની અને બ્રોડ કાસ્ટીંગ કંપનીઓ વચ્ચે અવાજના તથા દ્રશ્યના મોજાંઓની સુરક્ષિતતા માટે બફર ઝોન આવશ્યક છે.

ભારતમાં ફાઇવ-જીના ઉપયોગ માટે 3.0-3.6 ગીગાહર્ટઝ સ્પેકટ્રમ નકકી કરવામાં આવ્યું છે. આ પ્રાથમિક તૈયારીઓ છે. બીજીબાજુ મોટા ભાગની ટીવી ચેનલો 3.7-4.9 ગીગાહર્ટઝ વચ્ચે ઓપરેટ થઇ રહી છે. ટીવી પ્રસારણ કંપનીઓએ એમ કહ્યું છે કે, ફાઇવ-જી માટેના સ્પેકટ્રમનો એન્ડ 3.6 ગીગાહર્ટઝ છે અને ટીવી માટે 3.7 ગીગાહર્ટઝનું બેન્ડ છે. આ સ્થિતિમાં ફાઇવ-જીના આગમનથી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીઝને મોટી તકલીફો પડી શકે છે.

- Advertisement -

ટાઇમ્સ નેટવર્કના એમડી અને સીઇઓ એમ.કે.આનંદે કહ્યું છે કે, અમે ફાઇવ-જીને વેલકમ કરીએ છીએ. પરંતુ સેટેલાઇટ ટીવી અને રેડિયોને તેનાથી માઠી અસરો ન પહોેંચે તે બાબત સરકારે સુનિશ્ર્ચિત કરવી જોઇએ. બન્ને ક્ષેત્રોની સરકારે સારી રીતે કાળજી લેવી જોઇએ. બન્ને ક્ષેત્રોના બેન્ડ વચ્ચે ઓછામાં ઓછો 100 મેગાહર્ટઝનો બફર ઝોન વિકસાવવો જોઇએ એવું ટાઇમ્સ નેટવર્ક માને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular