લાલપુરમાં પટેલ શેરી સરદાર ચોકમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે કામ-ધંધા બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં ઝેરી ટિકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં આવેલા સદારચોકમાં પટેલ શેરી વિસ્તારમાં રહેતી સપનાબેન સાદરીયા(ઉ.વ.31) નામની મહિલાએ તેણીના પતિ ટિકુ પ્રાગજીને કામ-ધંધો ગોતવાનું કહેતા પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી મનમાં લાગી આવતાં બુધવારે સવારના સમયે સપનાબેને તેના ઘરે ઝેરી ટિકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે કિરણબેન દ્વારા જાણ કરાતા પ્રો.પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.