Sunday, April 27, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસઉનાળામાં છાશ શા માટે પીવામાં આવે છે...? જાણો

ઉનાળામાં છાશ શા માટે પીવામાં આવે છે…? જાણો

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારથી જ જાણે ગરમી ત્રાહિમામ પોકારી રહી છે. ઉનાળાની બપોરમાં લોકો હવે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે દરેક ઋતુ મુજબ ખાનપાનમાં પણ ફેરફાર કરવો પડે છે. જે મુજબનું વાતાવરણ હોય તેને અનુરૂપ આહાર લેવાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે ઉનાળામાં સામાન્ય રીતે શરીરને તાજુ રાખવા માટે પ્રવાહીનો વધુ ઉપયોગ થાય છે. ત્યારે ઉનાળામાં છાશ શા માટે પીવામાં આવે છે. ચાલો જાણીએ છાશના કેટલાંક ફાયાઓ….

- Advertisement -

એક ગ્લાસ છાશ ઉનાળાના તાજગી ભર્યા પીણા કરતા પણ વધુ ફાયદાકારક છે તે ફકત તરસ છીપાવવા માટે જ નહીં પરંતુ, વિટામિન્સ અને ખનિજોથી ભરપુર પોષણ શકિતથી ભરપુર છે.

હાઈડ્રેશન
છાશ નો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તે એક ઇલેકટ્રોલાઈટસનો કુદરતી સ્ત્રોત છે. જે તમારા શરીરને હાઈડે્રટેડ રાખે છે.

- Advertisement -

પાચનશકિત
ઉનાળાની સામાન્ય સમસ્યા જેવી કે અપચો, પેટ ફુલવુ વગેરેમાં છાશ મહત્વનો ભાગ ભજવે છે છાશથી પાચનશકિત મજબુત બને છે.

ઠંડક પ્રદાનકર્તા
છાશનો ઠંડક પ્રદાન કરવાનો ગુણધર્મ તમારા આંતરિક તાપમાન પર અસર કરે છે અને શરીરને તાજગી અને ઉર્જાનો અનુભવ કરાવે છે.

- Advertisement -

રોગપ્રતિકારક શકિત
છાશમાં વિટામિન ડી અને ઝીંક સમૃધ્ધ માત્રામાં છે જે શરીરને રોગ પ્રતિકારક બનાવે છે અને બીમારી સામે લડવા સક્ષમ બનાવે છે.

હાડકાની મજબુતી
છાશ કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે જે હાડકાને અને દાંતને મજબુત બનાવે છે.

ડિટોકિસફિકેશનમાં મદદરૂપ
શરીરમાં રહેલા ઝેરી તત્વોને સરળતાથી બહાર લાવવામાં છાશ મદદરૂપ છે. તેમાં રિબોફલેવિન છે જે યકૃતના કાર્યને સુધારે છે.

હીટ સ્ટ્રોક વિનારણ
ખાસ કરીને ઉનાળામાં છાશનું સેવન ગરમીના કારણે થતી બીમારીથી બચવામાં મદદરૂપ છે. શરીરને હીટસ્ટ્રોકથી બચાવે છે.

આમ, છાશને અમૃત કહેવામાં આવ્યું છે. ઘણી વખત આપણે આપણા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, સવારના નાસતામાં દહીં, બપોરના ભોજનમાં પાતળી છાશ તેમજ રાત્રિના ભોજનમાં દૂધનો ઉપયોગ કરનારા કયારેય માંદા નથી પડતા ત્યારે ઉનાળામાં છાશનો પ્રયોગ આપને તાજગી પ્રદાન કરશે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular