યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. ઈન્ટરનેશનલ યોગા ડે (international yoga day) 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 મી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ખાતેના પોતાના ભાષણમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી. 11 ડિસેમ્બર 2014 ના રોજ યુએનમાં 177 સભ્યો દ્વારા 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. મોદીની દરખાસ્તને , 90 દિવસની અંદર સંપૂર્ણ બહુમતિ દ્વારા પસાર કરવામાં આવ્યું.
21મી જૂનના રોજ યોજાયેલી ઇન્ટરનેશનલ યોગા ડે (international yoga day) નું કારણ એ છે કે આ દિવસ ગ્રીષ્મ સંક્રાતિ હોય છે. આ દિવસે, સૂર્ય ધરતીનીથી ઉત્તરથી દક્ષિણ તરફ જવાનું શરૂ કરે છે. એટલે કે, સૂર્ય જે ઉત્તર ગોળાર્ધની સામે હતું, ત્યારથી દક્ષિણ ગોળાર્ધમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. યોગાના પરિપ્રેક્ષ્યમાં, આ સમય સંક્રમણ સમય છે, એટલે કે પરિવર્તન માટે વધુ સારું સમય. ગ્રીષ્મ સંક્રાતિનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે.
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા યોગ તેમજ અન્ય હેલ્થ ટીપ્સ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી હેલ્થ એન્ડ વેલનેસ (Health and wellness) ચેનલ : Khabar Health and wellness youtube channel
યોગ શબ્દ સંસ્કૃત ધાતુ ‘યુજ’ માંથી નીકળ્યો છે, જેનો મતલબ એવો છે કે વ્યક્તિગત ચેતના અથવા આત્માની સાર્વભૌમિક ચેતના અથવા આત્મા સાથે મિલન. યોગ એક પ્રાચીન ભારતીય જીવન પદ્ધતિ છે. જેનો ઇતિહાસ લગભગ પાંચ હજાર વર્ષ જૂનો છે. જોકે ઘણા લોકોએ યોગને માત્ર શારીરિક વ્યાયામ જ માને છે. જેમાં લોકો શરીરને મરોડે, ખેંચે અને શ્વાસ લેવાની મુશ્કેલ પદ્ધતિ અપનાવતા હોય છે. પરંતુ હકીકતમાં આ સત્ય નથી. યોગ, ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી અલગ છે. યોગ એક સીધું જ વિજ્ઞાન છે. જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવી ને કામ થાય છે, વૈજ્ઞાનિક હવે આને મહત્વનું માની ચૂક્યા છે અને ઘણી બધી શોધમાં સાબિત થઈ ચૂક્યું છે કે યોગ આપણને શારીરિક લાભની સાથે સાથે માનસિક લાભ પણ પહોંચાડે છે.