શરીરને સ્વસ્થ રાખવાની ચાવી એટલે ઋતુ અનુસાર શાકભાજી અને ફળનું સેવન કરવું જ્યારે ઉનાળાની શરૂઆત થતા જ બજારોમાં કાળી અને લીલી દ્રાક્ષ જોવા મળે છે. ત્યારે સ્વાદમાં તો બન્ને દ્રાક્ષ લોકોની પસંદગીની અને પ્રિય હોય છે. પરંતુ કઇ દ્રાક્ષ ખાવી જોઇએ કાળી કે લીલી? તો ચાલો જાણીએ આ બન્ને દ્રાક્ષના ફાયદા..

કાળી દ્રાક્ષમાં કેલરી ઓછી અને ફાયબર વધારે હોય છે. જેનાથી પેટ ભરેલું રહે છે. તેથી કાળી દ્રાક્ષ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.
- કાળી દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ઉપરાંત વિટામિન સી પણ ભરપુર માત્રામાં હોય છે.
- તે ફાઈબરથી ભરપુર હોય છે જેના સેવનથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત દૂર થાય છે.
- તે હાર્ટને હેલ્દી બનાવે છે બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે.
- કાળી દ્રાક્ષમાં વિટામિન ઈ હોય છે જે સ્કીન અને વાળને હેલ્દી રાખે છે.
- કાળી દ્રાક્ષ ખાવાથી કિડનીના સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે. જે યુરિયન ટ્રેકને સાફ કરે છે અને તમારા શરીરને ડિટોકસ કરે છે.
લીલી દ્રાક્ષના ફાયદા…
- લીલી દ્રાક્ષના વિટામિન બી હોય છે.
- શરીરમાં રહેલું વાઈટ કોલેસ્ટ્રોલ પણ આ દ્રાક્ષને કારણે શોષાઈ જાય છે.
- કેન્સર રોકવા ફાયદાકારક, અનેક રોગોમાંથી છૂટકારો
- પાચન માટે ઉત્તમ
- વિટામિન સી, કે, બી, પોટેશિયમ, ફાયબરથી ભરપુર
- હૃદય માટે લાભકારી, હાડકા પણ મજબુત બનાવે.
- રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે વજન ઘટાડવામાં મદદરૂપ.
- આમ કાળી અને લીલી બન્ને દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે પોતપોતાની રીતે ફાયદાકારક છે ત્યારે બન્ને દ્રાક્ષના પોતપોતાના ફાયદા છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)