ઋતુના ચક્ર ફર્યા કરે છે દરેક ઋતુ માનવ જીવન માટે મહત્વનો ભાગ ભજવે છે ત્યારે માણસે આ ઋતુથી મળતા ફાયદાને સ્વીકારીને ઋતુ મુજબના વાતાવરણમાં સેટ થવાનું સહજતાથી જ સ્વીકારી લીધું છે. ત્યારે આમ જોઇએ તો બાળકોનો પ્રીય સમય વેકેશન કે જ્યારે ફળોનો રાજા કેરીની સીઝન પણ હોય છે. પરંતુ થોડી મીઝાજમાં આકરી ઋતુ એટલે કે ઉનાળો પણ એટલો જ તપતો હોય છે. ત્યારે ઉનાળાની બપોરે કાચી કેરી આપણા માટે કેટલી ગુણકારી છે ચાલો જાણીએ..

કાચી કેરી સ્વાદિષ્ટ તો વળી સ્વાસ્થપ્રદ ફળ છે ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરી જોવા મળી જતી હોય છે. ઉનાળાની ગરમીમાં લુ થી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. ત્યારે ચાલો કાચી કેરીના કેટલાં ફાયદા વિશે વાત કરીએ….
કાચી કેરીમાં સફરજન, કેળા, લીંબુ અને સંતરા કરતા પણ વધુ વિટામિલન સી હોય છે.
કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા છે જેથી પેટ ભરેલું લાગે છે અને વજન વધવાની શકયતાઓ નહીંવત રહે છે.
એસીડીટીની ફરિયાદ હોય તેમણે બપોરે કાચી કેરીનું સેવન કરવું જોઇએ.
લિવરમાં પિત અને એસિડના કારણે ઘણાં રોગો થતા હોય છે. ત્યારે કાચી કેરી આંતરડાના સંક્રમણને દૂર કરે છે.
શ્વાસની દુર્ગંધ તેમજ દાંતની સ્વસ્થતા માટે કાચી કેરી ઉપયોગી છે.
કાચી કેરી દ્વારા રકતવિકારની સમસ્યા દૂર થાય છે.
ઉનાળામાં ગરમીથી, લુ થી બચવા માટે કાચી કેરી અકસીર ઉપાય છે તે શરીરને ઠંડક પ્રદાન કરે છે.
અળાઈ દૂરકરે છે, શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
આમ કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. નાના મોટા સૌનું પ્રિય ફળ છે ત્યારે કેરી કાચી હોય કે પાકી હોય ઉનાળા દરમિયાન લગભગ ઘરોમાં તેનો વપરાશ થાય છે ત્યારે ઉનાળાની બપોરે કાચી કેરી ખાવાના અલગ ફાયદા છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)