દુનિયામાં જુદા જુદા દેશો છે અને જેના અલગ અલગ શહેરો છે. આ બધા શહેરોની પોતાની ખાસિયત છે જેના કારણે તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખાસ ઓળખ બનાવવામાં મદદ મળે છે જેમાં તમે દુનિયાના કેટલાંક મોટા શહેરો વિશે વાંચ્યુ અને સાંભળ્યુ હશે. ત્યારે શું તમે જાણો છો કે દુનિયાનું કયુ શહેર છે જેને ‘સીટી ઓફ લાઈટસ’ કહેવામાં આવે છે….
દરેક શહેરની લાક્ષણિકતાઓ અનુસાર તેના ઉપનામો પડતા હોય છે. જેના દ્વારા જે-તે શહેર વૈશ્ર્વિક સ્તરે ઓળખ મેળવે છે. પરંતુ, પર્યટનને પણ પ્રોત્સાહન આપે છે. ત્યારે દુનિાયના કેટલાંય શહેરો છે જેની જુદી જુદી લાક્ષણિકતાઓ છે ત્યારે દુનિયાનું એક એવું શહેર કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તો તે ફ્રાન્સના પેરિસને કહેવામાં આવે છે. તો શા માટે આ પેરિસને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે. જાણીએ..
18મી સદીમાં પેરિસ જ્ઞાન પ્રાપ્તિનું કેન્દ્ર હતું. શહેરમાં જ્ઞાન, વિજ્ઞાન, કલા, તર્ક અને સ્વતંત્રતાના વિચારો ફેલાયા હતાં. માટે બૌધ્ધિક પ્રકાશ ફેલાવતા આ શહેરને સીટી ઓફ લાઈટસ કહેવામાં આવે છે. જ્યારે પેરિસમાં 19મી સદીની શરૂઆત થઈ ત્યારે શેરીઓ અને જાહેર સ્થળોને પ્રકાશિત કરવા માટે મોટી સંખ્યામાં ગેસ લેમ્પનો ઉપયોગ કરવામાં આવતો. સમગ્ર યુરોપમાં પેરિસ એકમાત્ર શહેર હતું જ્યાં શેરીઓ અને જાહેર સ્થળોએ આ રીતે પ્રકાશિત કરવામાં આવતા હતાં. આ સ્થિતિમાં પેરિસની સુંદરતામાં વધુ વધારો થતો હતો. આ કારણે આ શહેરને પ્રકાશના શહેર તરીકે ઓળખવામાં આવ્યું હતું. તેજસ્વી શેરીઓ, સમૃધ્ધ ઈતિહાસ અને શિક્ષણ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકાને કારણે છે. અદભૂત લેન્ડસ્કેપ્સ, કલા અને ફેશનથી ભરેલું આ સ્થળ જે વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા શહેરોમાંનું એક છે.
આ સિવાય પણ પેરિસના અન્ય ઉપનામો પણ છે તેને ‘સિટી ઓફ લવ’ કહે છે. કારણ કે તે રોમેન્ટિક સુંદર સ્થળો માટે જાણીતું છે આ ઉપરાંત ફેશનની ઓળખ ફેશનની રાજધાની કહે છે જ્યાં ટોચના ડિઝાઈનર્સ અને ફેશન શો નું હોમ ટાઉન છે. આ સિવાય તેને આર્ટ સિટી કહેવાય છે. અહીં મ્યુઝિયમ, ગેલેરી, કલાત્મક ઈતિહાસ માટે ફેમસ છે આ ઉપરાંત એફિલ ટાવર અને નોટ્રે ડેમના કારણે સ્મારકોનું શહેર અને સીન નદીને પાર કરતા ઘણાં અદભુત પુલો ધરાવે છે. આમ ‘સીટી ઓફ લાઈટસ’ નામ ધરાવતા પેરિસના આ સિવાય પણ અનેક ઉપનામો છે.