સોશિયલ મીડિયા પર વિડિયોનો ખજાનો છે તમારે જે જોઇએ તે મળી રહે છે ત્યારે ફની વિડિયો ખૂબ જ વાયરલ થતા જોવા મળે છે. ફની વિડિયોમાં જુદા જુદા જુગાડુ વિડિયો, મેટ્રો ટ્રેનના વિડિયો, લગ્નમાં વર-કન્યાના વિડિયો જોવા મળતા હોય છે. પરંતુ અહીં વાત છે એવા એક ફની વીડિયોની કે જેનો અનુભવ આપણામાંથી કેટલાંય લોકોએ કરેલો જ હશે. આ વાત છે લાસ્ટ બેંચ વાળાની જેઓ હંમેશા કલાસમાં લાસ્ટમાં બેસીને મસ્તી કરતા જોવા મળે છે. અહીં વાયરલ વિડિયોમાં જોઇ શકાય છે કે, બેક બેંચર્સને શિક્ષકે આગળ બેસાડયો તો પણ તેને પોતાની મસ્તીથી આખા કલાસને ધંધે લગાડી દીધો હતો. આપણામાંથી કેટલાયને આવા અનુભવો થયા હશે. ખરેખર સ્કુલ કોલેજના એ દિવસો જીવનના ગોલ્ડન ડેસ હતાં.
View this post on Instagram