ગુજરાત એસટી નિગમના 50 હજા2 નિવૃત્ત કર્મચારીઓને વિભાગીય ક્ક્ષાએ મેડિક્લ બિલ, હકક રજાના પગાર, ફિકસ પગારમાંથી કાયમીના ઓર્ડર જે તારીખે અપાયો તે તારીખથી પગાર કે એરિયર્સ આપવામાં આવતું નથી. આવી અનેક ફરિયાદ પ્રત્યે ધ્યાન અપાતું નથી, એરિયર્સની માગણી કરનારને યેનકેન પ્રકારે ધમકી અપાતી હોવાનું પણ બહાર આવ્યું છે.
એસટી નિગમમાં પ્રસ્થાપિત નિયમ છે કે ફિકસ પગારમાંથી કાયમી થયેલા ર્મચારીઓને તેમના વતનમાં બદલી કરી આપવી. પણ આ નિયમનું પાલન કરાતું નથી. મેડિકલ બિલમાં દવા, ઈન્જેકશનો, અસ્થિભંગમાં વપરાતા મેડિકલ સાધનો, ઓપરેશનના બિલ, લેબોરેટરી બિલ વિભાગીય કક્ષાએ એકાઉન્ટ ઓફિસર ઘરની ધોરાજી ચલાવી નામંજૂર કરે છે. તેના કારણે કર્મચારી કે નિવૃત્ત કર્મચારીઓના હકક પર તરાપ મારવામાં આવી રહી છે. વિભાગીય કચેરીઓમાં મેડિક્લ બિલ, નિયમ મુજબ મંજૂરીને પાત્ર હોવા છતાં નામંજૂર કરાતા હોવાની રાવ એસટી નિવૃત્ત કર્મચારી મંડળના ઉપાધ્યક્ષ કુરજીભાઈ હરખાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી સુધી કરી છે.
આ બાબતે મધ્યસ્થ કચેરીના જવાબદાર પદાધિકારી એવું જણાવે છે કે મેડિકલ બિલ અને નાણાંકીય મંજૂરીની સત્તા વિભાગીય નિયામકો પાસે છે. આથી મધ્યસ્થ કચે2ી સુધી રજૂઆત કરવાની જરૂર નથી. બીજી બાજુ રાજકોટ વિભાગીય કચેરીમાં લેબર શાખા અને એકાઉન્ટ શાખાના વહીવટી સંક્લનના અભાવે હજારો ર્મચારીઓના મેડિક્લ બિલ ત્રણ વર્ષથી મંજૂર કર્યા વગરના પડતર છે. મધ્યસ્થ કચેરીમાંથી જે જવાબ મળ્યો તે લઈને કુરજીભાઈએ રાજકોટ વિભાગીય નિયામકને ત્રણ ત્રણ વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં દાદ મળતી નથી, એટલું જ નહીં સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી.
આ ઉપરાંત કેટલીક દવાના બિલ મંજૂર કરવામાં પણ ઘરની ધોરાજી ચલાવવામાં આવે છે. એક દવામાં તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાયા બાદ રાજકોટ એકાઉન્ટ ઓફિસરે મંજૂર કર્યાનું બહાર આવ્યું છે. પ્રશ્ન એ છે કે એકાઉન્ટ ઓફિસર અજ્ઞાની છે કે નિયમનું પાલન કરવું નથી? સરકાર માન્ય લેબોરેટરી હોવા છતાં એવું કહેવામાં આવે છે કે આ લેબોરેટરી અમાન્ય છે. આથી એસટી તંત્રએ દરેક અધિકારીને તાલીમ આપવાની જરૂર છે.