સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી લોકો માથુ પકડીને બેસી જાય છે. વાયરલ વીડિયો લોકલ ટ્રેનનો છે. જેમાં એક માણસ ટ્રેનમાં બાઈક ચલાવતો જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા વીડિયો જોઇને એમ થઈ જાય છે કે હે ભગવાન! હવે આ જોવાનું બાકી હતું.
View this post on Instagram

ઈન્સ્ટાગ્રામ પર krishna_kumar__620 એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે આ વીડિયો બિહારનો હોવાનું કહેવાય છે. અને ઈન્સ્ટાગ્રામના પોસ્ટ કેપ્શનમાં ‘બિહારની શકિત’ લખેલું છે.આ કેપ્શન પણ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનું કારણ બન્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક ટ્રેનની અંદર કોચમાં વચ્ચે બાઈક ચલાવી રહ્યો છે અને બીજા મુસાફરો તેને જોઇને જગ્યા કરી આપે છે તો વળી પોતાને બાઈકની હડફેટે આવતા બચાવવા આઘા ખસી રહ્યા છે ત્યારે આવા વાયરલ કૃત્યો જોઇને આપણને એવો વિચાર આવે છેકે જવાબદારી અને સમજણનું સ્થાન હવે ‘લાઈકસ અને વ્યૂઝ’એ લઇ લીધું છે. આ ઘટના મનોરંજનના બદલે જાહેર સંસાધનોનો દુરૂપયોગનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા હાલના સમયમાં લોકોનો અવાજ બની ગયું છે. કોઇ ત્યાં અન્યાય સામે ન્યાયના અવાજ ઉઠાવે છે. તો કોઇ પોતાને હાઈલાઈટ કરવા જુદા જુદા કીમિયાઓનો જુગાર બતાવે છે. પરંતુ, કેટલાંક વાયરલ વીડિયો આપણને સમાજનો અરીસો બતાવે છે કે હાલ આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે ત્યારે આ વાયરલ વીડિયો પર પણ લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે અને લોકો જુદી જુદી પોતાની વિચારધારા મુબજ ટિપ્પણી પણ કરે છે.