ભારતીયોમાં પૌવાનીએક બહુ જ લોકપ્રિય ડિશ છે. જે મોટાભાગે લોકો સવારે નાસ્તામાં ખાતા જોવા મળે છે. પરંતુ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે પૌવા ખાવાનો શ્રેષ્ઠ સમય અને ફાયદા જાણો છો…???

સવારનો નાસ્તો એ દિવસનો સૌથી મહત્ત્વપૂર્ણ આહાર છે. સવારે નાસ્તો ન કરવાથી શરીર પર આડઅસર થાય છે. અને ઘણી બિમારીઓને આમંત્રણ આપવાનું કામ કરે છે. ત્યારે આપણે ત્યાં વધુ પડતા સવારે નાસ્તામાં પૌવા ખાવાનું જોવા મળે છે. ત્યારે ચાલો પૌવાના કેટલાંક ફાયદા જાણીએ.
- પૌવા લો કેલેરી પણ હાઇ ફાઇબર ધરાવતો ખોરાક છે.
- પૌવામાં ટમેટા, ડૂંગળી અને શિંગદાણા અને વિટામિન ‘ઈ’થી ભરપૂર લીંબુનો રસ હોય છે. જે ફાયદાકારક છે.
- પૌવા આયર્નથી ભરપૂર છે.
- તે ગ્લુટેન ફ્રી છે.
- નાના મોટા દરેક તેને ખાઇ શકે છે.
- એનર્જીની સાથે તે ભૂખને નિયંત્રિત કરે છે.
- બોડીવેટ કંટ્રોલ કરે છે.
- 100 ગ્રામ પૌવામાં 130-150 કેલેરી છે. પૌવામાં શાકભાજી વધુ પડે છે.
- પેટ ભરાય છે. તેથી જલ્દી ભૂખ લાગતી નથી.
- પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને કબજિયાત તથા અપનો જેવી સમસ્યાથી બચાવે છે.
- પૌવામાં આયર્ન છે. જેથી લોહીની ઉણપ થતી નથી.
- તેના સેવનથી બ્લડસુગર લેવલ જળવાઇ રહે છે.
- હળવા અને પચવામાં સરળ છે.
- પૌવા હૃદય માટે સારા છે.
- મેટાબોલિઝમ સિસ્ટમ માટે બૂસ્ટઅપ છે.
- હાડકા માટે ગુણકારી છે.
આમ, સવારમાં નાસ્તામાં જો પૌવા આરોગવામાં આવે તો તે શરીરને કેટલાંય લાભો આપે છે. જો કે, તેના ઘણા ફાયદા છે. જેથી તેને દિવસના કોઇ પણ ભાગમાં લઇ શકાય છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીત યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)