મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગ્યારાપટ્ટીના જંગલમાં મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટે એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓને ઠાર કર્યા છે. ગઢચિરોલી એન્કાઉન્ટરમાં ચાર જવાનો પણ ઘાયલ થયા છે.
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર ગઢચિરોલીમાં થયેલ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના એલીટ કમાન્ડો ફોર્સ C-60એ કુલ 1.36 કરોડના ઈનામી 4 મહિલા સહીત 26 માઓવાદીઓને ઠાર કર્યા છે. 26 નક્સલીઓના શબ લઈને કમાન્ડોઝ રવિવારે ગઢચિરોલી હેડક્વાર્ટર પરત ફર્યા ત્યારે તેમના સાથીઓએ કમાન્ડોનું મે હુ ડોનની ધૂન વગાડી ઢોલ સાથે સ્વાગત કર્યું હતું.
ગઢચિરોલીના SP અંકિત ગોયલે જણાવ્યું- લગભગ 10 કલાક સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી જેમાં 4જવાનો પણ ઘાયલ થયા છે. જે હાલ સારવાર હેઠળ છે. ઘટના સ્થળેથી ટીમને 5 AK-47, 9 SLR, 1 ઈન્સાસ રાઈફલ, 3 થ્રી નોટ થ્રી, 9 બારા બોર બંદૂક સહિત 1 પિસ્તોલ મળી આવી છે. કુલ 29 હથિયાર સહિત મોટી સંખ્યામાં અન્ય સામાન પણ જપ્ત કરાયો છે.