Monday, October 14, 2024
Homeરાષ્ટ્રીયરાજસ્થાનના ‘રણ’માં સત્તાનો સંગ્રામ

રાજસ્થાનના ‘રણ’માં સત્તાનો સંગ્રામ

- Advertisement -

રાજસ્થાન વિધાનસભાની 200 માંથી 199 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચ દ્વારા 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 36 હજારથી વધુ સ્થળોએ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં કુલ 10501 અને ગ્રામ્યમાં 41006 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં 50 ટકા બૂથ સીધા વેબ કાસ્ટિંગ સાથે જોડાયેલા છે. એટલે કે ત્યાંનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

- Advertisement -

મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 12 વાગ્યા સુધી રાજ્યમાં 24.74 ટકા મતદાન થયું હતું. જયપુર અને જોધપુર સહિત અનેક શહેરોમાં સવારથી જ લાંબી લાઇન જોવા મળી રહી છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું, ’કોંગ્રેસની જીત બાદ આગામી મુખ્યમંત્રી કોણ હશે એ હાઇકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી નક્કી કરશે.

સાથે જ સચિન પાયલટે કહ્યું કે અહીં દરેક વ્યક્તિ ચૂંટણી લડી રહી છે. કોઈ એકલા ચૂંટણી જીતાડી શકે નહીં કે હરાવી શકે નહીં. ઝાલાવાડમાં પોતાનો મત આપ્યા બાદ વસુંધરા રાજેએ કહ્યું કે દરેકે મતદાન કરવું જ જોઈએ. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પણ જયપુરની સી સ્કીમમાં પોતાનો મત આપ્યો. જીતના સવાલ પર અશોક ગેહલોતે કહ્યું કે અમારી સરકારે લોકોને જે ગેરંટી આપી છે અને જે વિકાસ થયો છે. તે જોઈને લોકો અમારી સરકારને ફરીથી ચૂંટશે.

- Advertisement -

આ ચૂંટણીમાં કુલ 1863 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. પરિણામ 3 ડિસેમ્બરે આવશે. પાંચ વર્ષ પહેલા 2018માં 74.06 ટકા મતદાન થયું હતું.

હંમેશાંની જેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે રાજસ્થાનમાં દર વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે આ વખતે આ પરંપરા બદલાશે.પીએમ મોદીએ ટિવટ કરીને કહ્યું, હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ સર્જે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની 199 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા.હાલમાં રાજસ્થાનની 200 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 107, ભાજપ પાસે 70, આરએલપી પાસે ત્રણ, બીટીપી અને સીપીઆઇએમ પાસે બે, આરએલડી પાસે એક બેઠક છે જ્યારે 13 અપક્ષ ધારાસભ્યો છે. ઉદયપુર અને કરણપુરની બે બેઠકો ખાલી પડી છે. અત્યાર સુધી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદને ભાજપે પોતાના પ્રચારનો મુદ્દો પણ બનાવ્યો છે. એવામાં મતદાનના એક દિવસ અગાઉ અશોક ગેહલોત અને પાયલોટે સાથે હોવાનો સંદેશો આપતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સચીન પાયલોટ જનતાને કોંગ્રેસને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. આ વીડિયોને અશોક ગેહલોત દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular