Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકોમાં સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકોમાં સ્વૈચ્છિક લોકડાઉન

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. વિવિધ એસોસિએશનો તથા ગ્રામ પંચાયતો સ્વૈચ્છિક લોકડાઉન લાદી રહ્યાં છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પગલાંઓ લઇ રહ્યાં છે. જામનગરમાં પણ અનેક ગ્રામ્ય પંથકોમાં સાત દિવસના લોકડાઉન તેમજ વિક એન્ડ લોકડાઉન તથા વેપારીઓ દ્વારા રોજગાર-ધંધા બંધ રાખવામાં આવી રહ્યાં છે અને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 18 એપ્રિલ સુધી ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય

તાજેતરમાં ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ અને અલગ અલગ વેપારી એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી. જેમાં હાલની પરિસ્થિતિ અને કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં રાખી વેપારી એસો.ના હોદ્ેદારોએ તા. 12 થી 18 એપ્રિલ સુધી બપોરે બે વાગ્યા બાદ ધંધા-રોજગાર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ અને અલગ અલગ વેપારી એસો. દ્વારા ધ્રોલના તમામ વેપારીઓને આ અમલવારી કરવા અને સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો હતો.

- Advertisement -

ફલ્લામાં આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર તાલુકાના ફલ્લા ગામે કોરોના કહેરની બીજી લહેર ઘાતક સાબિત થતાં અને એક્ટિવ કેસોમાં ઝડપી વધારો થતાં સોમવારથી સોમવાર સુધી આઠ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

છેલ્લા આઠ દિવસમાં બે ના મોત થતાં એક્ટિવ કેસોમાં વધારો થતાં ફલ્લા પ્રાથમિક આરોગ્ય કેમ્પ અને જિલ્લા આરોગ્ય અધિકારી મણવાર, મદદનીશ કલેકટર, ટીડીઓ, જિલ્લા પંચાયતમાં સદસ્ય કમલેશ ધમસાણિયા, સરપંચ લલીતાબેન ધમસાણીયા તથા ગામના આગેવાનો સાથે મિટિંગ કરી કોરોનાને આગળ વધતો રોકવા માટે આઠ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તા. 12થી શરુ થનારુ લોકડાઉન તા. 18 સુધી આવશે. જેમાં દૂધની ડેરી, લોટ દળવાનું મીલ, દવાખાના તથા મેડિકલ સ્ટોર સિવાય તમામ ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ગામ તમામ લોકોએ આઠ દિવસનું રાશન તથા શાકભાજી માટે નિકળી પડયા હતાં. ગામના સરપંચ લલીતાબેનની સૂચનાથી ગામમાં વાહનમાં માઇક ફેરવીને જાહેરાત કરવામાં આવી હતી.

હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી તા. 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. બપોરબાદ ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓ સાથે વાતચીત કરી નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને પણ આ સ્વૈચ્છિક લોકડાઉનમાં સાથ આપવા અપીલ કરવામાં આવી હતી.

ધ્રોલના જાલિયા-માનસર ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ ધ્રોલના જાલિયા તથા માનસર ગામોમાં ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જાલિયા-માનસર ગ્રામ પંચાયત દ્વારા તા. 12થી 18 એપ્રિલ સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી જ ગામ ખુલ્લુ રાખવા નિર્ણય કરાયો છે. ત્યારબાદ લોકડાઉનનું પાલન કરવા જણાવાયું છે. તેમજ દૂધની ડેરી સાંજે 6 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમજ તમામ દુકાનોમાં ગ્રાહકોની ભીડ ન થાય તેની તકેદારી રાખવા તથા ગ્રામ પંચાયત દ્વારા તૈયાર કરાયેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરાયો છે. જો નીતિ-નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયતની યાદી જણાવે છે.

દડિયા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

દડિયા ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી તા. 13 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. બપોરબાદ ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓ સાથે વાતચીત કરી નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને પણ આ સ્વૈચ્છિક લોકડાઉનમાં સાથ આપવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત બહારની કોઇપણ વ્યકિતને ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઇપણ દૂકાનદાર નિયમભંગ કરશે તો તેની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular