Monday, February 10, 2025
Homeરાજ્યજામનગરકેન્દ્રીય બજેટને જામનગરના શહેરના વિવિધ આગેવાનો અને હોદેદારોએ આપી પ્રતિક્રિયા - VIDEO

કેન્દ્રીય બજેટને જામનગરના શહેરના વિવિધ આગેવાનો અને હોદેદારોએ આપી પ્રતિક્રિયા – VIDEO

- Advertisement -

- Advertisement -

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનએ વર્ષ 2025/26 નું કેન્દ્રીય અંદાજપત્ર રજુ કર્યું.બ્રાસના ઉધોગકારો, સીએ તથા શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ તમામે બજેટને આવકાર્યુ. આવકવેરા પર કરવામા આવેલ ફેરફાર મધ્યમવર્ગ માટે ફાયદાકારક થશ. આ ઉપરાંત વખતેનુ બજેટને AAA પ્લસ ગણાવ્યું. જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે બજેટ સારૂ બાસ તથા અન્ય સ્ક્રેપ પર કસ્ટમ્સ ડયુટી ઘટાડાની રજુઆતને ગ્રાહય રાખવામાં આવી. છેલ્લા ધણા સમયની વિપરીત પરિસ્થિીતીમાંથી દેશની અર્થવ્યવસ્થાને સુપેરે બહાર કાઢીને આગળ વધારવા માટે નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલ છે. જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે આ બજેટમાં મહત્વની કહી શકાય તેવી જાહેરાતમાં માનનીય નાણામંત્રીએ કાચામાલ તીકે વપરાતા કોપર, બાસ, ઝીક અને લેડ સ્ટ્રેપ પરની ઈમ્પોર્ટ ડયુટી અગાઉ જે 2.5% થી 5% હતી તે દુર કરવાની જાહેરાત કરી બ્રાસઉદ્યોગને મોટી રાહતો આપી છે જેનાથી ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે. દેશના અર્થતંત્રમાં લઘુઉદ્યોગ જગતના મહત્વનો સ્વીકાર કરી માનનીય નાણામંત્રીશ્રીએ બજેટમાં લઘુઉદ્યોગક્ષેત્રને પ્રેત્સાહન આપવાની જાહેરાત કરી છે અને જેમાં MSME સેકટરને 10 કરોડ સુધીની, નાના ઉદ્યોગકારો માટે રૂ/-5 કરોડ તથા નવા ઉદ્યોગકારોને રૂ/ 2 કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. જેનાથી દેશના લઘુઉદ્યોગ ક્ષેત્રને અને ખાસ કરીને જામનગરના બ્રાસઉદ્યોગને તેનો લાભ મળશે તેવી આશા છે. દરેક સેક્ટરને આવરી લઈ અને ખાસ કરીને મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગીય લોકોના જીવનધોરણને સુધારવા ઈન્કમ ટેક્સના સ્લેબની મર્યાદા વધારી ખુબજ મોટી રાહત આપી છે જેનો દેશના કરડે કરદાતાઓને મળશે જે ખુબ જ આવકાર્ય બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular